આ મહિને 7 ઓગસ્ટ સોમવાર 2023ના દિવસે શુક્ર અને સૂર્યની યુતિથી કર્ક રાશિમાં રાજભંગ રાજયોગનું નિર્માણ થઇ રહ્યું છે. તે બાદ સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય રાજયોગનું નિર્માણ પણ થઇ રહ્યું છે. જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાંક વિશેષ ગ્રહો વચ્ચે યુતિ રાજયોગનું નિર્માણ કરે છે. જ્યારે પણ લાભકારક ગ્રહ કુંડળીના કેન્દ્ર ભાવ અને ત્રિકોણ ભાવમાં હોય છે, તો તે શુભ રાજયોગનું નિર્માણ કરે છે.
આ રાશિના જાતકોને મળશે લાભ
મેષ રાશિ:
ઓગસ્ટ માસમાં બની રહેલા આ બંને રાજયોગથી મેષ રાશિના જાતકોને લાભ મળશે. મેષ રાશિના જાતકોને પોતાના કાર્ય ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. આર્થિક લાભ અને તમામ ભૌતિક સુવિધાઓ મળશે. આ દરમિયાન તમે રોકાણ અને ખરીદી કરી શકો છો. મેષ રાશિના જાતકોને અચાનક જ અણધાર્યા લાભનો અવસર મળી શકે છે.
કર્ક રાશિ:
રાજભંગ રાજયોગના નિર્માણથી કર્ક રાશિના જાતકોને શુભ પરિણામ પ્રાપ્ત થશે. નોકરી કરી રહેલા લોકોને પદોન્નતિ અથવા વેતન વૃદ્ધિ મળી શકે છે. સમાજમાં માન-સન્માન વધશે. વિવાહિત વ્યક્તિઓ માટે પોતાના સહયોગી સાથે યાત્રાની યોજના બની શકે છે.
સિંહ રાશિ:
બુધાદિત્ય રાજયોગનું નિર્માણ સિંહ રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થશે. આ દરમિયાન સિંહ રાશિના જાતકોનો આત્મવિશ્વાસ વધશે. કરિયર અને વેપારમાં પ્રગતિ થશે. અચાનક પ્રગતિ અને ઉપલબ્ધિઓ જોવા મળી શકે છે. આ દરમિયાન પાર્ટનરશિપ લાભકારક હશે.
તુલા રાશિ:
તુલા રાશિના જાતકો માટે ઓગસ્ટ મહિનામાં બની રહેલો રાજભંગ રાજયોગ શુભ સાબિત થશે. તુલા રાશિના જાતકોને શિક્ષણ અને કરિયરમાં સફળતા પ્રાપ્ત થશે. નોકરિયાત લોકોને પદોન્નતિ અથવા તો નવી નોકરી પ્રાપ્ત થઇ શકે છે. બિઝનેસમાં આર્થિક લાભ અને નવા અવસર મળશે. વિદ્યાર્થી વર્ગ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)