fbpx
Monday, January 20, 2025

આ ઉપાય અપનાવો, ભોલાનાથની અપાર કૃપા અને સમૃદ્ધિ રહેશે

આજે અધિક શ્રાવણ મહિનાનો સોમવાર છે. આજે રાત્રે 1:47 વાગ્યા સુધી રવિ યોગ રહેશે. રવિ યોગ દરમિયાન કોઈપણ કામ કરવાથી પૂર્ણ થાય છે. આજે રાત્રે 1:16 વાગ્યા સુધી અશ્વિની નક્ષત્ર રહેશે. હિંદુ ધર્મમાં અધિક શ્રાવણ મહિનાનું વિશેષ મહત્ત્વ છે, આ પવિત્ર મહિનામાં શિવજીની પૂજા કરવાથી તમામ કષ્ટ દૂર થાય છે અને કેટલાક ઉપાય કરવાથી તમામ મનોકામના પૂર્ણ થઈ શકે છે.

  1. ધન ધાન્યમાં વૃદ્ધિ કરવા માટે સ્નાન કરીને શિવમંદિરમાં વિધિપૂર્વક શિવજીની પૂજા કરો અને શિવલિંગ પર જળાભિષેક કરો. રોલી ચાવલનો તિલક કરો. હવે સાકરથી ભગવાનનું મોઢુ મીઠુ કરો અને ફળોનો ભોગ ધરાવો. ધૂપ દીવાથી ભગવાનની પૂજા કરો અને હાથ જોડીને પ્રણામ કરો, જેથી ધન ધાન્યમાં વૃદ્ધિ થશે.
  2. સંપત્તિના ખરીદી વેચાણ બાબતે પરેશાન છો અને કોઈ ગ્રાહક નથી મળી રહ્યું? આ સમસ્યા દૂર કરવા માટે સ્નાન કરીને શિવમંદિરમાં જવું અને બે હાથ જોડીને પ્રણામ કરો. શિવલિંગ ગંગાજળ મિશ્ર કરી હોય તેવું જળ અર્પણ કરો. આ પ્રકારે કરવાથી સંપત્તિની ખરીદી વેચાણની સમસ્યાનું નિવારણ આવશે.
  3. તમામ ક્ષેત્રે વિજય મેળવવા માટે બિલીપત્રની માળા બનાવીને શિવલિંગ પર અર્પણ કરો અને જળાભિષેક કરો. આ પ્રકારે કરવાથી તમામ ક્ષેત્રે વિજય અને સફળતા મળશે.
  4. સંતાન સુખ મેળવવા માટે આજે શિવજીને સફેદ ફૂલોની માળા અર્પણ કરો અને ભગવાનને મિઠાઈ અર્પણ કરો. આ પ્રકારે કરવાથી સંતાન સુખ પ્રાપ્ત થશે.
  5. બિઝનેસની શાખ બાબતે પરેશાની દૂર કરવા માટે શિવ મંદિરમાં ચંદનની ધૂપબત્તી કરો. આ પ્રકારે કરવાથી બિઝનેસની શાખમાં સુધારો થશે અને સફળતા પ્રાપ્ત થશે.
  6. જીવનમાં ખુશીઓ મેળવવા માટે શિવમંદિરમાં પૂજા કરો અને મગ અર્પણ કરો. આ પ્રકારે કરવાથી જીવનમાં અપાર ખુશીઓ આવશે.
  7. ભૌતિક સુખ મેળવવા માટે ભગવાન શિવને ચંદનને તિલક કરો અને મધનો ભોગ ધરાવો. આ પ્રકારે કરવાથી ભૌતિક સુખમાં વૃદ્ધિ થશે. તમામ સુખ સુવિધાઓ પ્રાપ્ત થશે.
  8. દીર્ઘાયુ પ્રાપ્ત કરવા માટે આજે ભગવાન શિવને નારિયેળ ધરાવો અને શિવ ચાલીસાના પાઠ કરો. આ પ્રકારે કરવાથી દીર્ઘાયુ પ્રાપ્ત થશે અને આરોગ્ય સારું રહેશે.
  9. લગ્ન બાબતે મનમાં મૂંઝવણ છે, તો આજે દહીમાં ગોળ મિશ્ર કરીને શિવલિંગ પર અર્પણ કરવું જોઈએ. હવે ભગવાન શિવ સમક્ષ તમારી મૂંઝવણ દૂર કરવાની પ્રાર્થના કરો, જેથી લગ્ન માટેની તમામ મૂંઝવણ દૂર થશે.
  10. જીવનમાં સફળતા મેળવવા માટે તમારા હાથે પંચામૃત બનાવો. પંચામૃત બનાવવા માટે દૂધ, દહી, મધ, ગંગાજળ અને સાકર લઈને મિશ્ર કરો. હવે ભગવાન શિવને આ પંચામૃત અર્પણ કરો. આ પ્રકારે કરવાથી તમે સફળતાના શિખર સર કરો અને તમારી એક અલગ ઓળખ બનાવી શકશો.
  11. જીવનમાં અપાર પ્રેમ મેળવવા માટે શિવલિંગ પર શેરડીનો રસ અને સફેદ ફૂલની માળા અર્પણ કરો. આ પ્રકારે કરવાથી જીવનમાં અઢળક પ્રેમ પ્રાપ્ત થશે.
  12. સફળતા હાથમાં આવીને જતી રહી છે, તો શિવ મંદિરમાં પાણીનો સ્તોત્ર સ્થાપિત કરો. શિવલિંગ પર થોડી ઉંચાઈ પર જળ સ્તોત્ર હોય છે, જ્યાંથી શિવલિંગ પર પાણીના ટીપાં પડતા હોય છે. આ ઉપાય કરવાથી તમને સફળતા સુધી પહોંચતા કોઈ રોકી નહીં શકે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles