શ્રાવણ મહિનો હવે શરુ થવા જઇ રહ્યો છે. 17 ઓગસ્ટથી શ્રાવણ મહિનો શરુ થશે. ભક્તો આ મહિનામાં મહાદેવની ઉપાસના કરે છે. શિવલિંગ પર દૂધ અને જળ ચઢાવી મહાદેવના આશિર્વાદ લે છે. આ સાથે જ કેટલાક વાસ્તુ નિયમોનું જો ઘરમાં પાલન કરવામાં આવે તો મહાદેવના વધુ આશિર્વાદ પ્રાપ્ત થાય છે અને તેનાં કારણે ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ રહે છે.
ઉત્તર દિશામાં તસવીર અથવા મૂર્તિ લગાવો
ભગવાન શિવનો વાસ કૈલાસ પર્વત પર ઉત્તર દિશામાં હોવાનું માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જ્યારે પણ તમે ઘરમાં ભગવાન શિવની મૂર્તિ કે ચિત્ર સ્થાપિત કરો છો તો તેની દિશા ઉત્તર દિશા તરફ હોવી જોઈએ.
ભગવાન શિવને આ વસ્તુઓ ન ચઢાવો
વાસ્તુશાસ્ત્ર અનુસાર ભગવાન ભોલેનાથને ચોખા, સિંદૂર, હળદર, તુલસી, શંખ જળ, કેતકી, ચંપા, કેવડાનાં ફૂલ ન ચઢાવવા જોઈએ. આવું કરવાથી ભગવાન શિવ ક્રોધિત થાય છે.
શિવજીની ક્રોધિત તસવીર ન લગાવો
ભગવાન શિવને ભોલેનાથ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં ભગવાન શિવની ક્રોધિત મુદ્રામાં ક્યારેય કોઈ મૂર્તિ ન રાખવી. તેને વિનાશનું પ્રતીક માનવામાં આવે છે.
શિવ પરિવારની તસવીર મૂકો
તમારા ઘરમાં શિવજીના પરિવારની તસવીર અવશ્ય રાખવી. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં એ જ તસવીર રાખો જેમાં ભગવાન શિવ, માતા પાર્વતી, ભગવાન ગણેશ અને કાર્તિકેય હોય.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)