મંગળવારનો દિવસ રામભક્ત હનુમાનજીને સમર્પિત છે. આ દિવસે તેમની પૂજા કરવાથી સંકટ દૂર થાય છે. મંગળવારનું વ્રત કરવાથી તમામ મનોકામના પણ પૂર્ણ થાય છે. આજે હનુમાનજીની પૂજા કરવાની સાથે સાથે ગૌરી અને ભૈરવની પૂજા કરવી તે ફળદાયા સાબિત થાય છે.
આજે મંગળા ગૌરીનું વ્રત અને કાળાષ્ટમી પણ ઊજવવામાં આવશે. કાલાષ્ટમીના દિવસે ભગવાન શંકરના ભૈરવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. શુભ ફળની પ્રાપ્તિ માટે આજે શું ઉપાય કરવા જોઈએ, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવે છે.
- પરિવારને ખરાબ નજરથી બચાવવા અને ઘરમાં સુખ સમૃદ્ધિ માટે આજે એક માટીનું નાનું વાસણ લો.
હવે તેમાં મધ નાખો અને ઢાંકીને હનુમાનજીના મંદિરમાં મુકી આવો. - સુખ સાધનોમાં વૃદ્ધિ કરવા માટે ભૈરવ સમક્ષ માટીના કોડિયામાં સરસિયાના તેલનો દીવો કરો અને દીવો કરતા સમયે ‘ऊँ ह्रीं बटुकाय आपद्उद्धारणाय कुरु कुरु बटुकाय ह्रीं ऊँ।’ મંત્રનો બે વાર જાપ કરો.
- જીવનમાં રહેલ પરેશાની દૂર કરવા માટે રોટલી પર સરસિયાનું તેલ લગાવીને કાળા શ્વાનને ખવડાવો.
રોટલી પર તેલ લગાવતા સમયે ભૈરવનું ધ્યાન ધરીને 5 વાર ‘ऊँ ह्रीं बटुकाय आपद्उद्धारणाय कुरु कुरु बटुकाय ह्रीं ऊँ’ મંત્રનો જાપ કરો. - સંતાન સુખ મેળવવા માટે આજે સ્નાન કર્યા પછી નારિયેળ લો અને તેના પર સવા મીટર લાલ કપડુ વીંટી દો. હવે તે નારિયેળ હનુમાન મંદિરમાં અર્પણ કરો અને ઘરમાં યોગ્ય સ્થાન પર બેસીને હનુમાનષ્ટકના પાઠ કરો.
- આજે સ્નાન કર્યા પછી શિવજીની પ્રતિમા સમક્ષ આસન પાથરીને બેસો અને શિવ ચાલીસાના પાઠ કરો.
શિવ ચાલીસાના પાછ કર્યા પછી ભૈરવ મંત્ર ‘ऊँ ह्रीं बटुकाय आपद्उद्धारणाय कुरु कुरु बटुकाय ह्रीं ऊँ’નો જાપ કરો. આ પ્રકારે કરવાથી તમારી અને તમારા જીવનસાથીની પરેશાની દૂર થશે. - કોઈપણ કામ કરવામાં પરેશાની આવી રહી છે, તો એક નાળાછડી લઈને હનુમાન મંદિરમાં અર્પણ કરો. ભગવાનના ચરણોમાં રહેલ શિંદૂરથી માથા પર તિલક કરો.
હવે તે નાળાછડીમાંથી દોરો કાઢીને હાથમાં બાંધી લો અને બાકી રહેલ નાળાછડી મંદિરમાં આપી દો. - પરિવારની ખુશીઓમાં વૃદ્ધિ કરવા માટે સ્ના કર્યા પછી ચમેલીના ફૂલ લઈને તેની માળા બનાવો અને હનુમાન મંદિરમાં અર્પણ કરો. પરિવારની ખુશીઓની પ્રાર્થના કરીને ધૂપબત્તી કરો.
- વારંવાર આર્થિક પરેશાની આવી રહી છે, તો 21 વાર હનુમાનજીના મંત્ર ‘ऊँ हं हनुमते नमः।’નો જાપ કરો.
પરિવારની ખુશીઓ માટે સૂકું નારિયેળ લો અને ઘીમાં શેકીને તેની બર્ફી બનાવો. તેમાં સુગંધ ભેળવવા માટે ઈલાયચીના દાણા નાખો અને ત્રિકોણ આકારમાં બર્પીને શેપ આપો. હવે આ બર્ફીનો માઁ લક્ષ્મીને ભોગ ધરાવો અને ત્યાર પછી પરિવારના સભ્યોને પ્રસાદ તરીકે આપો. - બાળકના લગ્નમાં અડચણ આવી રહે છે, તો ભરણી નક્ષત્ર દરમિયાન કુંભારના ઘરેથી માટી લાવો અને ત્યારપછી તે માટે સફેદ રંગના કપડામાં બાંધીને મંદિરમાં મુકી આવો.
ત્યાર પછી શુક્ર મંત્ર ‘ॐ द्रां द्रीं द्रौं स: शुक्राय नम:’। નો 11 વાર જાપ કરો. મંત્રજાપ કર્યા પછી તે પોટલી તમારા બાળકને આપી દો. - જીવનમાં સુખ સમૃદ્ધિ મેળવવા માટે આમળાના ઝાડ પર જળ અર્પણ કરો અને હાથ જોડીને પ્રણામ કરો.
તમારી આસપાસ આમળાનું ઝાડ ના હોય તો તમે આમળાના પણ દર્શન કરી શકો છો. - તમારી પ્રતિભા જાળવી રાખવા માટે તમારે એક સુગંધી અત્તર લાવવું જોઈએ અને મંદિર અથવા કોઈ ધર્મસ્થળે તે દાન કરી દેવું જોઈએ. ઉપરાંત પ્રતિભા જાળવી રાખવા માટે ભગવાનને પ્રાર્થના કરો.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)