Monday, December 15, 2025

બેડરૂમમાં ભૂલથી પણ આ વસ્તુઓ ન રાખવી જોઈએ

વાસ્તુ શાસ્ત્રનું જીવનમાં ખાસ મહત્ત્વ રહેલું છે, જેની મદદથી ઘરમાં એક સારો માહોલ રહે છે અને નકારાત્મક ઊર્જા દૂર થાય છે. ઘરનું વાસ્તુ યોગ્ય હોય તો ઘરમાં સુખ અને શાંતિ રહે છે. જે માટે ઘરના રૂમનું વાસ્તુ યોગ્ય હોવું જરૂરી છે અને તેમાં કલરની પસંદગી પણ સમજી વિચારીને કરવી જોઈએ.

રૂમમાં કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરવો, તેનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ જેથી ઘર અને જીવનમાં પોઝિટિવિટી રહે. વાસ્તુશાસ્ત્રમાં એવી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવે છે, જે ભૂલથી પણ બેડરૂમમાં ના મુકવી જોઈએ. માનવામાં આવે છે કે, તે વસ્તુઓ અશુભ હોય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર બેડરૂમમાં ક્યારેય પણ સાવરણી, કુહાડી, ચીપિયો, તવો અને ડસ્ટબિન ના રાખવું જોઈએ. જેથી જાતના જીવનમાં પરેશાનીઓ આવે છે અને ધન આગમનમાં મુશ્કેલી ઉત્પન્ન થાય છે.

બેડરૂમમાં બિલ્કુલ પણ ના મુકશો આ વસ્તુઓ

  • બેડરૂમમાં ક્યારેય પણ દેવી દેવતાના રૌદ્ર રૂપના ફોટોઝ ના હોવા જોઈએ, ઉપરાંત બેડરૂમમાં પૂજાઘર પણ ના બનાવવું જોઈએ.
  • બેડરૂમમાં જંગલી જાનવરના આક્રમક ફોટોઝ ના લગાવવા જોઈએ. જે અશુભ માનવામાં આવે છે.
  • વાસ્તુ શાસ્ત્ર અનુસાર બેડરૂમમાં કાંટેદાર છોડ ના રાખવા જોઈએ. જો કોઈ પરિણીત કપલના લગ્ન જીવનમાં તણાવ ચાલી રહ્યો હોય તો ભૂલથી પણ આ પ્રકારના છોડ કે શોપીસ ના રાખવા જોઈએ.
  • વાસ્તુ શાસ્ત્ર અનુસાર બેડરૂમમાં એંઠા વાસણ હોય તો તે અશુભ માનવામાં આવે છે. જેના કારણે વ્યક્તિના જીવવમાં ધન સંબંધિત પરેશાનીઓ ઉત્પન્ન થાય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles