વાસ્તુ શાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ ઘરમાં લગાવવાથી નકારાત્મક ઉર્જા ખતમ થઈ જાય છે અને સકારાત્મક ઉર્જા વધે છે. વાસ્તુ નિષ્ણાંતો અનુસાર દેશ કે વિદેશ ક્યાંય પણ આ છોડને ઘરમાં રાખવાથી ઘરના બધા પ્રકારના વાસ્તુ દોષ દૂર થઈ જાય છે.
આ છોડને ઘરમાં લગાવતા પહેલા વાસ્તુના અમુક સિદ્ધાંતોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. જો તમે વિદેશમાં રહો છો અને આ છોડને પોતાના ઘરમાં લગાવવા માંગો છો તો વાસ્તુ અનુસાર આ છોડની યોગ્ય સંખ્યા, યોગ્ય સ્થાન અને દિશા વિશે જાણવુ ખૂબ જ જરૂરી છે.
વિદેશમાં ઘરમાં કેટલી તુસીના છોડ રાખવા જોઈએ?
વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો તમે વિદેશમાં રહો છો અને પોતાના ઘરમાં તુલસીનો છોડ લગાવવા માંગો છો તો આ છોડને એકી સંખ્યામાં લગાવવો જોઈએ છે. જેવો કે એક, ત્રણ, પાંચ કે સાત. વાસ્તુ શાસ્ત્ર અનુસાર તુલસીના છોડને ઘરમાં લગાવવાની કોઈ નિશ્ચિત સંખ્યા નથી હોતી.
તમે તેને કોઈ પણ એકી સંખ્યામાં ઘરમાં લગાવી શકો છો. પરંતુ તુલસીનો છોડ ઘરમાં લગાવો છો તો તેની સારી રીતે દેખરેખ અને નિયમિત રીતે પૂજા કરવી ખૂબ જ જરૂરી છે.
અંધારૂ રહેતું હોય તેવી જગ્યા પર ન રાખો
જો તમારૂ ઘર નાનું છે. તો તુલસીનો એક જ છોડ લગાવો. જેનાથી તેને યોગ્ય રીતે પોષણ મળી શકે. તુલસીના છોડને ખૂબ વધારે ધૂપની જરૂર નથી. જો તમે વિદેશમાં તુલસીના છોડને રાખો છો. તો તમારે સરખો તાપ આવે તેની જગ્યા પર તેને લગાવવો જોઈએ. જો ઘરમાં તાપ નથી આવતો તો તેને ઉજાસ વાળા સ્થાન પર રાખવું યોગ્ય રહેશે. તુલસીના છોડને ક્યારેય પણ અંધારા વાળા સ્થાન પર ન રાખવો જોઈએ.
વિદેશમાં તુલસીનો છોડ લગાવવાના નિયમ
- દેશ કે વિદેશ ક્યાંય પણ તુલસીના છોડ માટે સૌથી પહેલો નિયમ એ છે કે તેને એક યોગ્ય જગ્યા પર લગાવો.
- વાસ્તુ અનુસાર ઘરમાં તુલસીનો છોડ લગાવવા માટે ઉત્તર કે ઉત્તર પૂર્વ દિશા સૌથી સારી માનવામાં આવે છે. આ દિશા પાણીની દિશા હોય છે.
- આ સ્થાન પર તુલસીનો છોડ લગાવવાથી નકારાત્મક ઉર્જાનો નાથ થાય છે. તુલસીના છોડને ઘરમાં લગાવ્યા બાદ તેની યોગ્ય દેખરેખ કરવી જરૂરી છે.
- તુલસીના છોડને સુકાવવા ન દેવો જોઈએ તેના ઉપરાંત છોડને ક્યારેય પણ ક્ષતિગ્રસ્ત ન થવા દેવો જોઈએ.
- તુલસીના છોડને ક્યારેય પણ જમીનમાં સીધો ન લગાવવો જોઈએ. આ છોડને હંમેશા કુંડામાં લગાવવો જોઈએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)