fbpx
Saturday, January 18, 2025

અધિક માસની સમાપ્તિ પહેલા એક ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય કરો, લક્ષ્મીજી સમૃદ્ધિના આશીર્વાદ આપશે.

જે રીતે શ્રાવણ માસને ભગવાન શિવની આરાધનાં કરવામાં આવે છે. તેવી જ રીતે પુરૂષોત્તમ માસનો આ મહીનો ભગવાન વિષ્ણુનો માનવામાં આવે છે. શ્રાવણ માસ પહેલા 18 જુલાઈ થી અધિક માસ શરૂ થઈ ગયો હતો. જે 16 ઓગસ્ટે પૂર્ણ થઈ રહ્યો છે.

શ્રાવણ માસમાં અધિક માસ શરૂ થયો તેવો સંયોગ 19 વર્ષ બાદ બન્યો છે. આ મહિનામે મલમાસ અથવા પુરૂષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. આ માસમાં તમે કોઈ પણ શુભ કાર્યો કરી શકતા નથી.

ઘરમાં કે મંદિરમાં લક્ષ્‍મી અને ભગવાન વિષ્ણુની મૂર્તિ કે ફોટા સામે અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે. તેમજ સાથે સાથે 11 કન્યાઓને ભોજન પણ કરાવવાથી ધનની દેવી લક્ષ્‍મીની વિશેષ કૃપા બની રહે છે.

દરવાજા પર દીવો પ્રગટાવવાથી લક્ષ્‍મીજીની કૃપા મળશે
હિંદુ ધર્મમાં શંખને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. એવામાં અધિક માસમાં શુક્રવારનાં દિવસે શંખમાં જળ ભરીને ભગવાન વિષ્ણુનો જળાભિષેક કરવો. એવું કરવાથી શ્રી હરિની કૃપા પ્રાપ્ત થશે. સાથે સાથે લક્ષ્‍મી માતા પણ પ્રસન્ન થશે. અધિક માસમાં રાત્રીનાં સમયે દરવાજા પર દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. એવી માન્યતા છે કે દરવાજા પર દીવો પ્રગટાવવાથી ઘરમાં માતા લક્ષ્‍મીનું આગમન થાય છે.

તુલસીનાં છોડમાં પાણી નાંખવું
સનાતન ધર્મમાં તુલસી માતાનું વિશેષ મહત્વ રહેલ છે. એવું માનવામાં આવે છે કે તુલસી માતાનાં છોડમાં લક્ષ્‍મીજીનો વાસ રહેલ છે. એટલા માટે અધિક માસમાં સવારે સ્નાન કરી તાંબાનાં લોટામાં પાણી ભરી તુલસીનાં છોડમાં નાંખવું જોઈએ. તુલસીમાં જળ નાંખ્યા બાદ તેની પરિક્રમા કરતી વખતે ૐ શ્રી હીં કમલે કમલાલયે પ્રસીદ શ્રીં હીં શ્રી ૐ મહાલક્ષ્‍મી નમઃ મંત્રનો જાપ કરવો.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles