fbpx
Thursday, January 16, 2025

પરમા એકાદશી પર કરવામાં આવેલા આ પાંચ ઉપાયો દૂર કરશે તમામ બાધાઓ, સાડાસાતી-ઢૈયામાંથી મુક્તિ મળશે

આ વર્ષે પરમા એકાદશીનું વ્રત 12 ઓગસ્ટના દિવસ શનિવારથી છે. આને અધિક માસના શુક્લ પક્ષની એકદાશી પણ કહેવાય છે. પરમા એકદાશીની તિથિની શરૂઆત 11 ઓગસ્ટ શુક્રવારે સવારે 5 વાગ્યાને 6 મિનિટ પર થશે અને એની સમાપ્તિ 12 ઓગસ્ટ શનિવારે સવારે 6 વાગ્યાને 31 મિનિટ પર થશે. દ્વાદશી યુક્ત એકદાશી તિથિમાં જ વ્રત રાખવાનું મહત્વ છે. પરમા એકાદશીનું વ્રત શ્રાવણ અધિક માસમાં શનિવારના દિવસે છે.

આ એક વ્રતથી ભગવાન શિવ, શ્રીહરિ વિષ્ણુ, વીર હનુમાન અને ન્યાયના દેવતા શનિ મહારાજની કૃપા પ્રાપ્ત થઇ શકે છે. શ્રાવણ માસમાં દરેક દિવસ ભગવાન શિવની પૂજા માટેનો છે અને એકદાશીના રોજ વિષ્ણુની પૂજા કરે છે. શનિવાર હનુમાનજી અને શનિદેવની આરાધના માટે છે. આ રીતે તમે 12 ઓગસ્ટના રોજ 5 સરળ ઉપાય કરી ચારો દેવતાઓના આશીર્વાદ લઇ શકો છો. તમારા ધન અને યશમાં વૃદ્ધિ થશે, સાથે જ તમામ દુઃખોનો અંત પણ આવશે.

ધન, કીર્તિ અને મોક્ષ માટે: જે વ્યક્તિ વિધિ પૂર્વક પરમા એકાદશીનું વ્રત કરે છે અને વિષ્ણુની પૂજા કરે છે. તેમને ધન, કીર્તિ અને મોક્ષ મળે છે. આ દિવસે પૂજા સમયે ભગવાન વિષ્ણુના મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરો. આ મંત્ર દરેક મનોકામના પૂર્ણ કરે છે. વિષ્ણુ પૂજા દરમિયાન તુલસીના પાન અને પંચામૃતનો ઉપયોગ અવશ્ય કરો.

દુ:ખોથી છુટકારો મેળવવા માટેઃ 12 ઓગસ્ટે પરમા એકાદશીના દિવસે પીપળનું ઝાડ હોય તેવા મંદિરમાં જાવ. ત્યાં ભગવાન વિષ્ણુની પૂજા કરો. ત્યારપછી પીપળના મૂળને પાણીથી પીવડાવો. તે પછી તેની નીચે ઘીનો દીવો પ્રગટાવો. શનિદેવ માટે તેલનો દીવો પ્રગટાવો. આ ઉપાય કરવાથી ઋણમાંથી મુક્તિ મળે છે. ભગવાન વિષ્ણુ, બ્રહ્માદેવ અને ભગવાન શિવ પ્રસન્ન થાય છે. શનિદેવની કૃપાથી સાડાસાતી અને ઢૈયાની આડ અસર સમાપ્ત થાય છે.

ભગવાન હરિહરના આશીર્વાદ માટે: પરમા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પીળા ફૂલ, હળદર, પીળું ચંદન, ચણાના લોટના લાડુ, કેળા અર્પણ કરો. ભગવાન શિવને દૂધમાં કેસર મિશ્રિત કરી અર્પણ કરો. તેનાથી તમને ભગવાન હરિ હરના આશીર્વાદ મળશે. ધનલાભ થશે, ભાગ્ય બળવાન થશે, લગ્નજીવન બનશે અને દાંપત્યજીવનની સમસ્યાઓ દૂર થશે. ગ્રહ દોષ પણ દૂર થશે.

પરેશાનીઓથી બચાવવા માટેઃ શનિવારની પરમા એકાદશીના દિવસે મંદિરમાં હનુમાનજીની પૂજા કરો. સરસવના તેલનો દીવો પ્રગટાવો. તેમને ગોળ, ચણા અને કેળા અર્પણ કરો. ત્યારબાદ સુંદરકાંડ અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. આમ કરવાથી હનુમાનજી પ્રસન્ન થશે અને શનિદેવની કૃપા પણ પ્રાપ્ત થશે. બંનેના આશીર્વાદથી પરેશાનીઓથી રક્ષણ મળશે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles