હિંદુ ધર્મમા શુક્રવારના દિવસ ધનની દેવી લક્ષ્મીની પૂજા માટે શ્રેષ્ઠ દિવસ ગણવામા આવે છે. તેમાં પણ શ્રાવણ માસના અંત સમયે આવતો આ દિવસ ખૂબ જ શ્રેષ્ઠ અને ફળદાયી બની જતો હોય છે. શ્રાવણ મહિનાના અંતિમ દિવસ નજીક આવતો શુક્રવાર વરલક્ષ્મી વ્રત તરીકે મનાવવામાં આવે છે.
માન્યતાઓ મુજબ મા વરલક્ષ્મી પૂજાથી પ્રસન્ન થઈ અને ધન, વૈભવ, ઐશ્વર્ય, સુખ અને સમૃદ્ધિ આપે છે. સાથે જ આર્થિક સંકટને પળભરમાં ગાયબ કરી નાખે છે.
પૂજા માટેનો શુભ સમય
વરલક્ષ્મી પૂજા માટે સારા સમયની વાત કરવામાં આવે તો હાલ આગામી 25 ઓગસ્ટના રોજ વરલક્ષ્મી વ્રતની ઉજવણી કરવામાં આવશે.ત્યારે આ દિવસે સિંહ રાશિના લોકોએ સવારે 05:55 થી 07:41 સુધી, વૃશ્ચિક રાશિના લોકોએ 12:17 અને પછી. 02:36 સુધી તથા કુંભ રાશિવાળા લોકોએ માટે સાંજે 06:22 થી 07:50 સુધી અને વૃષભ રાશિ માટે રાત્રે 10:50 થી 12:45 મધ્યરાત્રિ સુધી પૂજા કરવી જોઇએ.
કોણ છે વરલક્ષ્મી
વરલક્ષ્મી દેવી સાથે હિન્દુ ધર્મમાં એવી માન્યતા જોડાયેલી છે કે તે ક્ષીર સાગરમાંથી પ્રગટ થયેલા ધનની દેવી લક્ષ્મીનું સ્વરૂપ છે. વધુમાં જે વ્યક્તિ મા વરલક્ષ્મીની પૂજા કરે છે તે સુખમાં રંહે છે.વરલક્ષ્મી વ્રત માત્ર મહિલાઓ અને પુરુષો દ્વારા કરી શકાય છે. ધનની દેવીનું આ વ્રત મુખ્યત્વે આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, કર્ણાટક વગેરેમાં જોવા મળે છે. ભક્તોએ સ્નાન અને ધ્યાન કર્યા પછી આ વ્રત રાખવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ. માતાની મૂર્તિનું ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં લાલ કપડું પાથરીને સ્થાપન કરવું જોઈએ. આ પછી, તેને ધૂપ, દીવા, ફળ, કુમકુમ, ચંદન, અત્તર, વસ્ત્રો વગેરે અર્પણ કર્યા પછી વ્રત કથા અને આરતી કરવી જોઈએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)