fbpx
Thursday, January 16, 2025

ગુરુવારે કરો આ 10 ઉપાય, તમામ મનોકામનાઓ પણ પૂરી થશે

હિંદુ ધર્મમાં ગુરૂવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે વિષ્ણુની પૂજા અર્ચના કરવાની સાથે અમુક ઉપાયો કરવાથી તેમની ખાસ કૃપા મળે છે. એવામાં અલગ અલગ શુભ ફળોની પ્રાપ્તિ માટે ઘર પરિવારની સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે.

જીવનમાં સફળતા મેળવવા માટે ગુરૂવારના દિવસે તમારે શું ઉપાય કરવા જોઈએ આવો જાણીએ.

સફળતા માટે
જો તમે પોતાના કાર્યોમાં સફળતાને લઈને ખૂબ જ વધારે ચિંતીત છો તો આ દિવસે તમારે પોતાના માતાના આશીર્વાદના રૂપમાં એક મુઠ્ઠી ચોખા લઈ તેને એક પોટલીમાં બાંધીને પોતાની પાસે રાખો. એમ કરવાથી કામને લઈને તમારી ચિંતા કે ટેન્શન દૂર થઈ જશે. સાથે જ તમને પોતાની અંદર એક અલગ જ કોન્ફિડન્સ જોવા મળશે.

બીજાને પ્રભાવિત કરવા માટે
જો તમે પોતાના વર્તનથી બીજા લોકોને પ્રભાવિત કરવા માંગો છો તો આ દિવસે વિષ્ણુજીની સામે ઘીનો દિવો કરો. સાથે જ ભગવાનને બેસનના લાડવાનો ભોગ લગાવો અને ભોગ લગાવવાના થોડા સમય બાદ જ તે લાડવાઓને પ્રસાદના રૂપમાં ઘરના બધા સદસ્યો અને આસ પાસના લોકોમાં વહેચી દો, સાથે જ થોડો પ્રસાદ પોતે પણ ગ્રહણ કરો. આમ કરવાથી તમે પોતાના વર્તનથી બીજા લોકોને પ્રભાવિત કરવામાં સફળ રહેશે.

બિઝનેસમાં લાભ માટે
જો તમે બિઝનેસના કોઈ કામથી યાત્રા કરવા જઈ રહ્યા છો અને પોતાની યાત્રાથી કામમાં લાભ મેળવવા માંગો છો તો આ દિવેસ સ્નાનના પાણીમાં થોડુ ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરો અને સ્નાન બાદ ભગવાનની આગળ હાથ જોડીને કોઈ પીળા રંગનો રૂમાલ કે અન્ય કોઈ પીળા રંગનું નાનું કપડું લઈને ગુરૂવારના દિવસે પોતાની પાસે રાખો. તેનાથી બિઝનેસના કોઈ કામ માટે કરેલી યાત્રાથી તમને લાભ જરૂર થશે.

જીવનસાથીની ખુશી માટે
જો તમારા જીવનસાથીના ચહેરા પરની સ્માઈલ ગાયબ થઈ ગઈ છે અને તે આખો દિવસ કંઈક વિચારતા જ રહે છે તો આ દિવસે તમારે મંદિરમાં કંઈક દાન કરવું જોઈએ. આમ કરવાથી તમારા જીવનસાથીના ચહેરા પરની સ્માઈલ પાછી આવી જશે અને તમારા જીવનમાં ખુશીઓ વધી જશે.

સાસુ સાથે મનમેળ માટે
જો તમારા જીવનસાથે અને તમારી માતાની એક બીજા સાથે બિલકુલ નથી બનતી તો તેમના વચ્ચેના સંબંધને સારો બનાવવા માટે બન્ને લોકોના કપડામાંથી એક એક દોરો કાઢીને તેમને બાંધીને મંદિરમાં ચડાવી આવો. સાથે જ મંદિરમાં કપૂરનો દિવો પણ સળગાવો અને હાથ જોડીને બન્નેના સંબંધને લઈને પ્રાર્થના કરો. આમ કરવાથી તમારા જીવનસાથી અને તમારી માતાની વચ્ચે સંબંધ સારો થઈ જશે.

ભયથી છુટકારો મેળવવા માટે
જો તમે કોઈ ભયથી છુટકારો મેળવવા માંગો છો તો આ દિવસે તમને મંદિરમાં પાણીથી ભરેલા માટીના ઘડા દાન કરવા જોઈએ અને ભગવાનનો આશીર્વાદ લેવો જોઈએ. આમ કરવાથી તમને જલ્દી જ ભયથી છુટકારો મળશે.

સીનિયર્સને ખુશ કરવા માટે
જો તમારી નવી નવી જોબ લાગી છે અને તમે પોતાના કામથી સીનિયર્સને ખુશ કરવા માંગો છો તો આ દિવસે તમારે કોઈ મંદિરમાં સવા કિલો ચોખા દાન કરવા જોઈએ અને ભગવાનથી પ્રાર્થના કરવી જોઈએ કે ઓફિસમાં સીનિયર્સ તમારાથી ખુશ રહે.

બાળકો વાત ન માનતા હોય તે
જો તમારા બાળકો તમારી વાતો પર ધ્યાન નથી આપતા અને તેમના કારણે તમે પરેશાન રહો છો તો આ દિવસે એક ડબ્બામાં થોડુ કેસર લઈને તેના પર ‘ॐ नमो भगवते नारायणाय; મંત્રનો 11 વખત જાપ કરો અને તે ડબ્બામાંથી થોડુ કેસર લઈને ભગવાનને તિલક લગાવો.

પછી તે ડબ્બાને પોતાની પાસે સંભાળીને 45 દિવસ માટે મુકી દો. 45 દિવસ બાદ તે કેસરનો તમે તિલક કરવા માટે ઉપયોગ કરો. આમ કરવાથી તમારૂ બાળક તમારી વાતો પર ધ્યાન આપવા લાગશે. જેનાથી ધીરે ધીરે તમારી મુશ્કેલીઓ પણ દૂર થઈ જશે.

માનસિક સમસ્યા
જો તમે કોઈ માનસિક મુશ્કેલીઓથી મુક્તિ મેળવવા માંગો છો તો આ દિવસે તમારે 2 મુખી રૂદ્રાક્ષ ધારણ કરવું જોઈએ. 2 મુખી રૂદ્રાક્ષ પર ચંદ્રમાનો પ્રભાવ રહે છે અને માનસિક મુશ્કેલીઓનું કારણ પણ ચંદ્રમા છે. આ દિવસે 2 મુખી રૂદ્રાક્ષ ધારણ કરવાથી તમને જલ્દી જ માનસિક તણાવથી મુક્તિ મળશે.

ઉચ્ચાધિકારી સાથેના સંબંધને લઈને
જો ઉચ્ચાધિકારી સાથે તમારા સંબંધ બરાબર નથી તો તેમનીથી પોતાના સંબંધને ઠીક બનાવવા માટે ઘરથી દક્ષિણ-પશ્ચિમ દિશા સુધી કોઈ ખાલી જગ્યા પર જાંબુનું ઝાડ લગાવો અને તેની માવજત કરો.

પરંતુ જો આ દિવસ ઝાડ ન લગાવી શકો તો ઝાડ લગાવવાનો સંકલ્પ લો અને બીજા 27 દિવસ સુધી સમય મળવા પર કોઈ પણ દિવસે ઝાડ લગાવી દો. આમ કરવાથી જલ્દી જ ઉચ્ચાઅધિકારીઓ સાથે તમારા સંબંધમાં સુધાર આવશે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles