શ્રાવણમાં દરેક મંગળવારે માતા ગૌરીની પૂજા થાય છે. આ દિવસે મહિલાઓ અને વિવાહ યોગ્ય મહિલાઓ વ્રત રાખે છે. માન્યતા છે કે આ વ્રતના પ્રભાવથી જો કુંડળીમાં મંગલદોષ હોય તો એનાથી મુક્તિ મળે છે. જેનાથી કુમારી કન્યાઓના લગ્નની અડચણ દૂર થાય છે.
આ ઉપરાંત વૈવાહિક જીવન પણ સુખમય થાય છે. આ જ કારણ છે કે કુમારી કન્યાઓ ઉપરાંત પરિણીત સ્ત્રીઓ પણ આ વ્રત રાખે છે.
17 ઓગસ્ટથી શ્રાવણ શરુ થઇ રહ્યો છે. તમે શ્રાવણના મંગળવારે માતા ગૌરીની વ્રત રાખી કેટલાક ઉપાય કરી કુંડળીમાંથી મંગળદોષ દૂર કરી શકો છો.
માતા ગૌરીને આ રંગની ચુનરી ચઢાવો
આ દિવસે માતા પાર્વતીની પૂજા દરમિયાન લીલા કલરની ચુનરી ચઢાવવી જોઈએ. આ ઉપરાંત આ વ્રત દરમિયાન કાળા અને લીલા કપડાં ન પહેરો.
શ્રુંગારનો સામાન દાનમાં આપો
વ્રત દરમિયાન માતા પાર્વતી અને ભગવાન શંકરનું ધ્યાન કરવું જોઈએ. આ સિવાય માતા પાર્વતીને શ્રુંગારની વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. તેનાથી મંગલ દોષની અસર ઓછી થાય છે.
આ મંત્રનો જાપ કરો
આ સાથે પૂજા દરમિયાન ‘ઓમ ગૌરી શંકરાય નમઃ’ મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ. આ દરમિયાન મનમાં ભગવાન ભોલે અને માતા પાર્વતીનું પણ ધ્યાન કરવું જોઈએ.
મીઠા વગર ખાઓ
આ વ્રતમાં મીઠા વગરના ફળો લેવા જોઈએ. આનાથી પણ મંગલદોષની અસર ઓછી થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)