fbpx
Wednesday, January 15, 2025

આ રીતે રાખો પરમા એકાદશીનું વ્રત, જાણો શુભ મુહૂર્ત અને પારણાનો સમય

આજે એટલે કે 11 ઓગસ્ટના રોજ પરમા અથવા પરમ એકાદશી છે. પરમા એકાદશીને બધી જ એકાદશીમાં શ્રેષ્ઠ માનવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, આ વર્ષે પરમ એકાદશી 11 ઓગસ્ટના રોજ સવારે 7:42 વાગ્યે શરુ થઈને 12 ઓગસ્ટ 8:08 વાગ્યા સુધી ચાલશે. પરંતુ હિન્દૂ ધર્મ અનુસાર, સૂર્યોદયને જ માન્ય ગણવામાં આવે છે, જેથી 12 ઓગસ્ટના રોજ પુરુષોત્તમ એકાદશીનું વ્રત કરી શકાશે.

અધિક માસના કારણે થશે વધુ લાભ

મલમાસમાં બે એકાદશી આવે છે, જેમાંથી પ્રથમ એકાદશી કૃષ્ણ પક્ષમાં આવે છે. જેને પુરુષોત્તમ અથવા પરમ એકાદશી અથવા પુરુષોત્તમી એકાદશી કહેવામાં આવે છે. ત્યારબાદ આવતી એકાદશીને પદ્મિની અથવા કમલા એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશીનું મહત્વ મહાભારત સાથે જોડાયેલું છે. પાંડવો અને કૌરવો બધા વનવાસ પર ગયા હતા, તે દરમિયાન તેઓને ખોરાક સરળતાથી નહોતો મળતો. તો યુધિષ્ઠિરે કહ્યું- હવે શું થશે? હવે ભોજન કેવી રીતે મળશે? તેથી અર્જુને શ્રીકૃષ્ણ પાસેથી તેનો ઉપાય પૂછ્યો. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને કહ્યું કે મલમાસ આવી રહ્યો છે. જેમાં પુરુષોત્તમ એકાદશી હશે. આ એકાદશીનું વ્રત કરવામાં આવે તો દરિદ્રતા દૂર થાય છે.

જાણો આ પૂજાનું મહત્વ

અધિકમાસની પરમ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજાનું મહત્વ છે. આ વ્રત રાખવાથી ભક્તોને ત્વરિત ફળ મળે છે. આ દીવાસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. માનવામાં આવે છે કે આ એકાદશીનું વ્રત મુશ્કેલ છે. ઘણા લોકો આ દિવસે નિર્જળા વ્રત કરે છે અથવા માત્ર ભગવાનનું ચરણામૃત પીવે છે.

પૂજા અને પારણનો સમય

પરમા એકાદશીની પૂજાનું શુભ મહુર્ત 12 ઓગસ્ટને શનિવારે સવારે 7:28 વાગ્યાથી લઈને સવારે 9:07 વાગ્યા સુધી રહેશે. જયારે પારણનો શુભ સમય 13 ઓગસ્ટને રવિવારે સવારે 5:49 વાગ્યાથી લઈને સવારે 8:19 વાગ્યા સુધી રહેશે.

વર્ષમાં હોય છે 24 એકાદશી

પુરુષોત્તમ એકાદશી મોટેભાગે મલમાસમાં આવે છે. જે વિશેષ મહત્વ ધરાવે છે. એક વર્ષમાં કુલ 24 એકાદશીઓ હોય છે, પરંતુ અધિક માસની એકાદશી ગણવામાં આવે તો 26 થઈ જાય છે. આ એકાદશી પર જો કોઈ વ્યક્તિ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્‍મીની સાચી મનથી ભક્તિ અને પૂજા કરે છે, તો તેના જીવનમાં ચોક્કસપણે સુખ, શાંતિ, વૈભવ અને લક્ષ્‍મી આવે છે.

ભગવાન વિષ્ણુને મનાવવાની વિધિ

આ વ્રતમાં પાંચ દિવસ સુધી પંચરાત્રી વ્રત રાખવામાં આવે છે. જેમાં ભક્તો શ્રદ્ધાથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે. ત્યારબાદ બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવે છે અને તેમને દાન આપવામાં આવે છે. કહેવામાં આવે છે કે જે વ્યક્તિ આ દિવસે વ્રત રાખે છે અને પૂજા કરે છે, તેની બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુ સાથે ભગવાન શિવની પણ પૂજા કરવામાં આવે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles