fbpx
Monday, January 13, 2025

શનિદેવ નારાજ છે? તો ઘરે બેસીને કરો આ મંત્રોનો જાપ, બધી પરેશાનીઓમાંથી મળશે રાહત

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. શનિદેવને ન્યાયના દેવતા પણ કહેવામાં આવે છે. શનિદેવ ભક્તોને તેમના કર્મ અનુસાર ફળ પ્રદાન કરે છે. માનવામાં આવે છે કે, શનિદેવની વિશેષ કૃપા રહે તો રંક પણ રાજા બની જાય છે.

ધાર્મિક માન્યતા અનુસાર સુખ-સમૃદ્ધિ અને શાંતિ માટે દર શનિવારે વિધિપૂર્વક શનિદેવની પૂજા કરવામાં આવે તો તમામ કષ્ટ દૂર થાય છે. અહીંયા અમે તમને શનિદેવને પ્રસન્ન કરવા માટેના કેટલાક ઉપાય જણાવી રહ્યા છીએ.

શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિદેવના મંત્રોનો જાપ કરવો જોઈએ. શનિવારના દિવસે આ મંત્રોનો જાપ કરવાથી કુંડળીમાં શનિગ્રહ શાંત થાય છે અને સાઢેસાતીથી મુક્તિ મળે છે.

આ મંત્રોનો જાપ કરો
ॐ प्रां प्रीं प्रौं सः शनैश्चराय नमः
ॐ निलान्जन समाभासं रविपुत्रं यमाग्रजम। छायामार्तंड संभूतं तं नमामि शनैश्चरम॥
ऊँ शन्नोदेवीर-भिष्टयऽआपो भवन्तु पीतये शंय्योरभिस्त्रवन्तुनः।
ऊँ भगभवाय विद्महैं मृत्युरुपाय धीमहि तन्नो शनिः प्रचोद्यात्।
ऊँ प्रां प्रीं प्रौं सः शनैश्चराय नमः।
ऊँ त्रयम्बकं यजामहे सुगंधिम पुष्टिवर्धनम। उर्वारुक मिव बन्धनान मृत्योर्मुक्षीय मा मृतात।।ॐ शन्नोदेवीरभिष्टय आपो भवन्तु पीतये।शंयोरभिश्रवन्तु नः। ऊँ शं शनैश्चराय नमः।।

વિધિપૂર્વક જાપ કરો
દર શનિવારે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરીને કાળા રંગના કપડા પહેરવા જોઈએ. ત્યારપછી શનિ મંદિરમાં જઈને શનિદેવને પુષ્પ અર્પણ કરવા જોઈએ. આસન ગ્રહણ કરીને ભગવાન શિવના આ મંત્રનો જાપ કરવો જોઈએ. આ પ્રકારે કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને જીવનમાં સુખ શાંતિ રહે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles