દુનિયામાં કદાચ જ એવી કોઈ વ્યક્તિ હશે જે સુખ, સમૃદ્ધિ અને ધનની કામના ન કરતી હોય. પરંતુ આ વસ્તુઓ ક્યારેય પણ સરળતાથી નથી મળતી. આજે અમે તમને એક એવો ચમત્કારી ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જેના ઉપયોગથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈને સુખ-સંપન્નતા અને ધનનું વરદાન આપે છે.
શ્રીસૂક્તમ પાઠ
હિંદૂ ધર્મમાં ધન પ્રાપ્તિ માટે માતા લક્ષ્મીની પુજા કરવામાં આવે છે. અમુક લોકો કુબેર અને સૂર્ય દેવની ઉપાસના પણ કરે છે. અમુક લોકો તો દાન ધર્મના કાર્ય અને રત્ન ધારણ પણ કરે છે. પરંતુ શ્રી સુક્તમનો પાઠ તેનાથી ખૂબ વધારે મંગળકારી માનવામાં આવે છે.
શું છે શ્રીસૂક્તમ પાઠ?
શ્રીસૂક્તમ પાઠ દેવી લક્ષ્મીની આરાધના કરવા માટે તેમને સમર્પિત મંત્ર છે. તેને ‘શ્રીસૂક્તમ’ પણ કહેવામાં આવે છે. આ સૂક્ત ઋગ્વેદથી લેવામાં આવ્યો છે. આ પાઠ ધન-ધાન્યની અધિષ્ઠાત્રી દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે કરવામાં આવે છે. શ્રીસૂક્તમમાં 15 ઋચાઓ અને માહાત્મ્ય સહિત 16 ઋચાઓ છે.
ઋગ્વેદમાં વર્ણિત શ્રી સૂક્તના દ્વારા જે પણ શ્રદ્ધાપૂર્વક લક્ષ્મીનું પૂજન કરે છે. તે સાત જન્મો સુધી નિર્ધન કે ગરીબ નથી થતું. પરંતુ તેના માટે નિયમો અને સાવધાનીઓનું પાલન કરવું પણ ખૂબ જ જરૂરી હોય છે. ત્યારે જ તમને તેનો સંપૂર્ણ લાભ મળી શકે છે.
કઈ રીતે કરશો પાઠ?
માતા લક્ષ્મીનું એક ચિત્ર સ્થાપિત કરો. તેમના સીમે ઘીનો દિવો સળગાવો. તેના બાદ શ્રી સુક્તમનો પાઠ કરો.
દરેક શ્લોક બાદ માતા લક્ષ્મીને પુષ્પ કે ઈતર અર્પિત કરો. પાઠ કર્યા બાદ માતાજીની આરતી કરો. માતા લક્ષ્મીની સાથે શ્રી હરિની પૂજા જરૂર કરો. જો તમે દરરોજ આમ ન કરી શકો તો શુક્રવાર કે પૂર્ણિમાએ તેનો પાઠ કરો. લાલ કે ગુલાબી આસન પર બેસીને શ્રી સુક્તમનો પાઠ કરો.
સફેદ કે ગુલાબી વસ્ત્ર પહેરી કરો પાઠ
પાઠ સફેદ કે ગુલાબી વસ્ત્ર પહેરીને કરો. ક્યારેય પણ એકલા લક્ષ્મીજીની પૂજા ન કરો. તમારી સાથે ઘરના સદસ્યોનું હોવું જરૂરી છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)