દેવોના દેવ મહાદેવના પ્રિય શ્રાવણ મહિનો હવે બસ થોડા દિવસમાં શરુ થવા જઈ રહ્યો છે. અધિક મહિનાના કારણે શ્રાવણ મહિનો એક મહિનો પાછો ખેંચાયો હતો. મહાદેવના ભક્તો જેઓ શ્રાવણની વર્ષથી રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ સુવર્ણ સમય શરુ થશે. 16 ઓગસ્ટે અમાસ છે અને 17 ઓગસ્ટથી શ્રાવણ મહિનો શરુ થઈ જશે. જેઓ અમાસથી અમાસ શ્રાવણ મહિનાનો ઉપવાસ કરે છે તેઓએ 16 ઓગસ્ટથી જ ઉપવાસ શરુ કરી દેવો.
આવો જાણીએ ક્યારે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર.
શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર ક્યારે?
શ્રાવણ મહિનો 17 ઓગસ્ટથી શરુ થવાનો છે તે દિવસે ગુરુવાર છે, તેથી 21 ઓગસ્ટે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર આવશે. શ્રાવણના સોમવારનું મહત્વ કઈંક અનેરું જ હોય છે.
શ્રાવણ પહેલો સોમવાર શુભ મુહૂર્ત 2023
અમૃત સવારે 6.19થી 7.55
શુભ સવારે 9.31થી 11.07
ચલ 14.18થી 15.54
શ્રાવણ મહિનો પહેલો સોમવાર વિધિ
શ્રાવણના પહેલા સોમવારે સવારે વહેલા ઉઠો અને સ્નાન અને ધ્યાન કર્યા પછી ભગવાન શિવનો જલાભિષેક કરો. આ સાથે માતા પાર્વતી અને તેમના સમગ્ર પરિવારને ગંગા જળ ચઢાવો. આ પછી પંચામૃતથી ભગવાન શિવનો રૂદ્રાભિષેક કરો.
રુદ્રાભિષેક કરતી વખતે ‘ઓમ નમઃ શિવાય’ મંત્રનો સતત જાપ કરતા રહો. આ કર્યા પછી શિવલિંગ પર બેલપત્ર, ભાંગ, ધતુરા, ચંદન, અક્ષત વગેરે ચઢાવો. આ કર્યા પછી, શિવ સ્ત્રોતનો પાઠ કરો અને અંતમાં શિવજીની આરતી સાથે પૂજા પૂર્ણ કરો.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)