દર વર્ષે શ્રાવણની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે 30 ઓગસ્ટ અને 31 ઓગસ્ટે બહેનો પોતાના ભાઇને રાખડી બાંધશે. પરંતુ ભદ્રા કાળ હોવાના કારણે તે મૂંઝવણ છે કે રાખડી કઇ તારીખે બાંધવી સૌથી શુભ રહેશે. જણાવી દઇએ કે રાતે 9 વાગીને 1 મિનિટે ભદ્રાનો ઓછાયો નહીં રહે, પરંતુ જે લોકો રાતના સમયે રાખડી નથી બાંધતા તેમના માટે 31 ઓગસ્ટની સવારે 7 વાગીને 5 મિનિટ સુધી રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત છે.
આ વર્ષે રક્ષાબંધનના શુભ અવસર પર સર્વાર્થ સિદ્ધ યોગ બની રહ્યો છે. આ યોગના કારણે કેટલીક રાશિઓને આ દિવસે વિશેષ લાભ મળવાના યોગ પણ બની રહ્યાં છે.
મેષ રાશિ
મેષ રાશિના લોકો માટે રક્ષાબંધનનો પવિત્ર દિવસ ખૂબ જ શુભ રહેશે. આ દિવસે તેમના વેપારમાં તેજી આવશે. નોકરિયાત લોકોના પ્રમોશનના યોગ બનશે અને તેમના તમામ અટવાયેલા કામ આ દિવસથી પૂરા થવા લાગશે.
કન્યા રાશિ
તણાવ દૂર થવાના યોગ બની રહ્યાં છે. નોકરી અને વેપારમાં પ્રગતિ થશે. સારી નોકરી શોધી રહ્યાં છો તો તમારા માટે નવી નોકરીના પ્રબળ યોગ બની રહ્યાં છે. સમાજમાં અત્યાર સુધી તમે જે માન-સન્માન મેળવ્યું છે. તેનો તમને આ સમયે લાભ મળવાનું શરૂ થઇ જશે. તમારા પારિવારિક સંબંધોમાં પણ મજબૂતી આવશે.
મકર રાશિ
તમારા વિદેશ જવાના યોગ બની રહ્યાં છે. તમને આ દરમિયાન નફો તો મળશે જ. સાથે જ બિઝનેસ પણ ધમધોકાર ચાલશે. નોકરીમાં પણ ચારેય તરફથી લાભ થશે. આ સમયે તમારુ બધુ ધ્યાન કામ પર કેન્દ્રિત કરો. રક્ષાબંધનના દિવસે બની રહેલો સર્વાર્થ સિદ્ધિ યોગ તમારા માટે દરેક રીતે લાભકારક સાબિત થશે.
મીન રાશિ
તમે આ દિવસે પાર્ટનરશિપમાં નવા કામની શરૂઆત કરી શકો છો. નવો વેપાર શરૂ કરવાના યોગ બની રહ્યાં છે. નોકરીમાં ટ્રાન્સફરના પણ યોગ બની રહ્યાં છે. તમને ક્યાંકથી અટવાયેલુ ધન પણ મળશે અને અચાનક ધનલાભના યોગ પણ બની રહ્યાં છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)