fbpx
Wednesday, January 8, 2025

કાળા મરીના આ નુસખા બદલશે ભાગ્ય, થશે ધનનો વરસાદ

દરેક વ્યક્તિ સુખ, શાંતિ અને સમૃદ્ધિ ઇચ્છે છે. આર્થિક રીતે સધ્ધર થવા મહેનત કરે છે, પરંતુ ઘણા લોકો પર કિસ્મત મહેરબાન હોતી નથી. ગમે તેટલી મહેનત કર્યા છતાં તેમને જોઈતું ફળ મળતું નથી. તેઓના કામ બગડવા લાગે છે. નોકરી-ધંધે નુક્શાન થાય છે. જેના કારણે તેમના જીવનમાં નિરાશા આવે છે. આવી સ્થિતિમાં તેઓ જ્યોતિષશાસ્ત્રની મદદથી રાહત મેળવી શકે છે.

જ્યોતિષશાસ્ત્રના કેટલાક ઉપાય અને ટોટકા કરી કિસ્મત ચમકાવી શકાય છે. સમૃદ્ધિ ઈચ્છતા લોકો કાળા મરી સાથે જોડાયેલા ઉપાય કરી શકે છે.

કાળા મરીના ટોટકા

તંત્ર શાસ્ત્રોમાં કાળા મરીથી થતા ઘણા ટોટકા અંગે જાણકારી આપવામાં આવી છે. આ ટોટકા કરીને વ્યક્તિ જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મેળવી શકે છે. તેની આવક અને કમાણીના સોર્સ વધવા લાગે છે. જીવનમાં આર્થિક ખેંચ પડતી નથી. અહીં કાળા મરીથી થતા ટોટકા અંગે જાણકારી આપવામાં આવી છે. આ ટોટકા તમારી કિસ્મત ચમકાવી શકે છે.

5 કાળા મરીથી કરો આ ઉપાય

કાળા મરી કદમાં તો નાના હોય છે, પરંતુ તેનો પ્રભાવ ઘણો વધારે છે. તંત્ર શાસ્ત્રના ટોટકા મુજબ, પહેલાં પાંચ કાળા મરી લો. તેને પોતાના માથા પરથી 7 વખત ફેરવો. ત્યારબાદ એક પછી એક ચારેય દિશાઓમાં એક એક દાણો ફેંકો. છેલ્લો દાણો આકાશ તરફ ઉછાળો. આ ટોટકો કરવાથી જીવનમાં આકસ્મિત ધન મળી શકે છે અને સમૃદ્ધિ વધી શકે છે.

સોમવારે કરો આ ટોટકો

પૈસાદાર થવા માટે પણ તમે અન્ય ટોટકો કરી શકો છો. આ માટે સોમવારે સ્મશાનમાં સ્થિત મહાદેવ મંદિરે જાઓ. ત્યાં જઈને દૂધમાં મધ ભેળવી મહાદેવને અર્પણ કરો. આવું કરવાથી પણ આકસ્મિક ધન મળી શકે છે.

તમે ઘણા બધા પૈસા કમાતા હોવ, પરંતુ બધા જ પૈસા વેડફાઈ જતા હોય તો તમે લાલ કલરના કપડાનો ટોટકો કરી શકો છો. આ માટે તમારી તિજોરીમાં લાલ કપડું પાથરી દો. તેના પર ગુંજાના બીજ રાખી દો. આવું કરવાથી પૈસાનો વેડફાટ નહીં થાય.

ધનની કમી હોય તો શ્રી સુક્તનો પાઠ કરો, જેનાથી ઘરમાં લક્ષ્‍મીજીનો વાસ થાય છે. અને આર્થિક બાબતોમાં બધી જ બાધાઓ દૂર થાય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles