અધિક મહિનો હવે પૂરો થવાની આરે છે. 17 ઓગસ્ટ 2023થી શ્રાવણ મહિનો શરુ થશે. શ્રાવણ મહિનામાં ભોલેનાથના ભક્તો મહાદેવની ઉપાસના કરે છે. મહાદેવની પૂજા માટે આ સૌથી શ્રેષ્ઠ સમય હોય છે. ભક્તો સમગ્ર વર્ષ દરમિયાન આ મહિનાની રાહ જોતા હોય છે. જે હવે ટૂંક જ સમયમાં શરુ થવા જઈ રહ્યો છે.
શિવજીનું સ્વરુપ દરેકે જોયું હશે. તેઓ ત્રિશૂલ,ડમરું, રાખ, ચંદ્ર, અને ગળામાં નાગ ધારણ કરે છે.
શું તમે ક્યારેય વિચાર્યું છે કે શિવજીના આ દરેક વસ્તુ ધારણ કર્યા પાછળનું રહસ્ય શું છે? આજે અમે તમને જણાવીએ કે શિવજીના આ દરેક વસ્તુ ધારણ કર્યા પાછળનું રહસ્ય.
ત્રિશૂલ
શિવજીનું ત્રિશુલએ ત્રણ મૂળભૂત શક્તિઓનું પ્રતીક છે જેમ કે ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ. તેઓ આ ત્રિશૂલથી ન્યાય કરે છે. મહાદેવ સત્વ, રજ અને તમએ ત્રણ ગુણોને પણ નિયંત્રિત કરે છે, જે કોઈપણ વ્યક્તિમાં જોવા મળે છે.
ડમરું
ભગવાન શંકરના હાથમાં ડમરુ નાદ બ્રહ્માનું પ્રતિક છે. જ્યારે ડમરુ વગાડવામાં આવે છે ત્યારે આકાશ, પાતાળ અને ધરતી એક તાલમાં બંધાઈ જાય છે. તે લયનું પ્રતીક છે અને લય વિના જીવનમાં કશું જ નથી. હૃદયના ધબકારા પણ એક લય પર છે.
યોગીશ્વર
શિવજીના ગળામાં સાપ વીંટળાયેલા છે, જે તેમના યોગેશ્વર સ્વરૂપનું પ્રતીક છે. સાપ તેમના ગળામાં ત્રણ વખત વીંટળાયેલા જોવા મળે છે જે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યનું પ્રતીક છે. શક્તિને કુંડળીના આકારની જેમ વિઝ્યુઅલાઈઝ કરવામાં આવી છે, તેથી તેને કુંડલિની કહેવામાં આવે છે.
જન્મ અને મૃત્યુ
શિવજી સ્મશાનની ભસ્મથી પોતાને શણગારે છે. તેમની પાસે સર્વશક્તિમાન મહાકાલનું સ્વરૂપ પણ છે. તેઓ જન્મ અને મૃત્યુના ચક્રને નિયંત્રિત કરે છે. સ્મશાનની રાખ જીવનના સત્યને વ્યાખ્યાયિત કરે છે.
વૃષભ (આંખલો)
વૃષભએ અપાર શક્તિની નિશાની છે. તે કામવૃત્તિનું પ્રતીક પણ છે. સંસારના પુરુષો પર વૃષભ સવારી કરે છે અને શિવ વૃષભ પર સવારી કરે છે, કારણ કે તેઓ જિતેન્દ્રિય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)