fbpx
Wednesday, January 1, 2025

નાણાકીય કટોકટીથી પરેશાન છો? તાંબાના કળશના આ ઉપાય કરો

મનુષ્યના જીવનમાં ખુશી છે તો દુઃખ અને પરેશાની પણ છે. જેના માટે જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા સરળ અને અચૂક ઉપાય જણાવવામાં આવ્યા છે. ઘણા ઉપાય તો એવા હોય છે જેમાં ઘરમાં રાખેલી વસ્તુઓનો ઉપયોગ કરી શકાય છે. આ ઉપાય વ્યક્તિના જીવનમાં આવી રહેલ અનેક સમસ્યાઓને ધીરે ધીરે દુર કરી શકે છે. આ કડીમાં પૂજા પાઠમાં ઉપયોગમાં લેવાતો તાંબાનો કળશ તમારા જીવનમાં આવી રહેલ આર્થિક તંગી તેમજ સમસ્યાઓને પણ દુર કરશે.

દૂર થશે નકારાત્મક ઉર્જા

જો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને તમે છુટકારો મેળવવા માંગો છો તો વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે આ ઉપાય ખુબ કારગર સાબિત થશે. રાત્રે સૂતી સમયે માથા નથી એક કળશમાં જળ ભરી મૂકી દો. સવારે જલ્દી ઉઠી આ જળને કોઈ ઝાડ અથવા છોડને ચઢાવી દો. આ ઉપાયથી તમારા ઘરમાં ફેલાયેલી નકારત્મક ઉર્જા દૂર થશે અને તમારા જીવનમાં ખુશી આવશે.

કામકાજમાં આવતા અવરોધો દૂર થશે

જો તમે કોઈ કામ કરી રહ્યા હોવ અને તેમાં વારંવાર અવરોધો આવી રહ્યા હોય, તો તાંબાના કળશમાં એક ચપટી સિંદૂર મિક્સ કરો અને રાત્રે સૂતી વખતે તેને તમારા માથા પર રાખો, ત્યારબાદ સવારે ઉઠીને તુલસીને આ જળ ચઢાવો. આ ઉપાયથી તમારું કામ કોઈપણ અવરોધ વિના પૂર્ણ થઈ જશે.

નાણાકીય કટોકટી દૂર થશે

જો તમે સારું કામ કરી રહ્યા છો, તો પછી પણ તમારે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે, તો તેના માટે તાંબાના કળશમાં પાણી ભરીને સૂર્યદેવને નિયમિત રીતે સવારે 6:00 થી 7:00 વાગ્યા સુધી અર્પિત કરો. નાણાકીય કટોકટી દૂર થશે.

ગૃહ કલેશ દૂર કરવાના ઉપાય

જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જે લોકોના ઘરમાં નિયમિત રીતે તણાવપૂર્ણ વાતાવરણ રહે છે અને ગૃહ કલેશની સ્થિતિ હોય છે, તો તેમણે સૂર્યદેવને તાંબાના કળશમાં ચોખા અને એક ચપટી સિંદૂર મિશ્રિત જળ અર્પિત કરવું જોઈએ. આનાથી લાભ થશે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles