જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોનું ગોચર ખૂબ જ મહત્વનું છે. ગ્રહોની સીધી કે ઉલ્ટી ચાલની અસર દરેક પર જોવા મળે છે. ભગવાન સૂર્ય 17 ઓગસ્ટે સિંહ રાશિમાં પ્રવેશ કરશે, જે તેમની સ્વરાશિ છે. તે બાદ શનિ દેવ અને સૂર્ય દેવ સામસામે આવી જશે, જેના કારણે સમસપ્તક રાજયોગનું નિર્માણ થશે. આ રાજયોગની અસર તો તમામ 12 રાશિના જાતકો પર પડશે પરંતુ 3 રાશિઓ એવી છે, જેના પ્રગતિના યોગની સાથે અચાનક ધનલાભના પણ યોગ બની રહ્યાં છે.
ચાલો જાણીએ આ ત્રણ ભાગ્યશાળી રાશિઓ કઇ છે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો માટે સમસપ્તક રાજયોગ ખૂબ જ લાભકારક સિદ્ધ થઇ શકે છે. વૃષભ રાશિના સ્વામી શુક્ર દેવ છે, જે ગોચર કુંડળીમાં ત્રીજા ભાવમાં વક્રી છે. તેથી તમારા પરાક્રમ અને સાહસમાં વધારો થઇ શકે છે. વિદેશથી પણ નફો થવાના યોગ છે. જે લોકો ઇમ્પોર્ટ-એક્સપોર્ટના બિઝનેસમાં છે, તેને ફાયદો થશે.
વૃષભ રાશિના જાતકોની ગોચર કુંડળીમાં સૂર્ય અને શનિ મળીને કારકાક્ષ રાજયોગનું નિર્માણ કરી રહ્યાં છે. જે લોકો પોલિટિક્સમાં એક્ટિવ છે, તેમના માટે અનુકૂળ સમય સાબિત થશે. અથવા તો પદોન્નતિ પણ થઇ શકે છે. સેના,પોલીસ કે એન્જિનિયરિંગ સાથે જોડાયેલા લોકોને પણ ફાયદો થશે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકોને સમસપ્તક રાજયોગ બલ્લે-બલ્લે કરાવશે. કારણ કે ગોચર કુંડળીમાં બુધાદિત્ય રાજયોગનું પણ નિર્માણ થશે. તમને અચાનક ધન લાભ થઇ શકે છે. આ ઉપરાંત અન્ય ભૌતિક સુખોની પ્રાપ્તિ પણ થઇ શકે છે. જો બિઝનેસને આગળ વધારવા માગતા હોવ તો આ સમય તમારા માટે શાનદાર રહેશે. તમે પ્રોપર્ટી કે ગાડી ખરીદી શકો છો. કોઇ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા લોકોને સફળતા મળી શકે છે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકોની કિસ્મત પણ સમસપ્તક રાજયોગથી ચમકી શકે છે. મંગળ તમારી ગોચર કુંડળીના લાભ ભાવમાં છે .જો કોઇ જૂનુ રોકાણ કર્યુ છે તો તેનાથી ફાયદો થશે. દશમ ભાવમાં બુધાદિત્ય રાજયોગનું નિર્માણ થશે. બિઝનેસમાં તમને સફળતા મળશે. ઇચ્છાઓની પૂર્તિ થશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)