જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહનું ગોચર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બુધ-શુક્ર-ચંદ્ર-મંગળ જેવા ગ્રહો ખૂબ થોડા સમયે રાશિ પરિવર્તન કરતા હોય છે જેનાં કારણે તેમના ગોચરમાં ફેરફાર થવાથી દરેક લોકોના જીવનને અસર કરે છે. હાલ બુધ સિંહ રાશિમાં મંગળ સાથે યુતિ કરીને બેઠા છે. હવે તેઓ સિંહ રાશિમાં વક્રી થવાના છે. જેનાં કારણે અમુક રાશિઓને ખૂબ લાભ થવાનો છે, આવો જાણીએ તે રાશિ કઈ-કઈ છે અને તેમના જીવનમાં શું ફેરફારો થઈ શકે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે આ ગોચર શુભ સાબિત થશે. અચાનક ધનલાભ થઈ શકે છે. ભૌતિક સુખો પ્રાપ્ત થશે. કાર્યસ્થળ પર ઉચ્ચ અધિકારીઓ તમારાથી ખુશ રહેશે. અટકેલા પૈસા પાછા મળી શકે છે. પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે. મન પ્રસન્ન રહેશે. આવકમાં વધારો થઈ શકે છે. જો લાંબા સમયથી કોઈ ઈચ્છા પુરી ન થઈ હોય તો તે હવે પૂર્ણ થશે.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે તે ખૂબ જ ફાયદાકારક રહેશે. આ દરમિયાન તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. તમારા કાર્યોની પ્રશંસા થશે. આવકના નવા સ્ત્રોત મળી શકે છે. પરિવારમાં કોઈ ધાર્મિક કાર્યક્રમ થઈ શકે છે. વેપારમાં પ્રગતિની સંભાવના છે. ભૌતિક સુખોની પ્રાપ્તિ માટે ધનનો વ્યય થઈ શકે છે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકો માટે બુધ વક્રી થવા દરમિયાન તેમને કાર્યસ્થળમાં સફળતા મળશે. વેપારીઓને ફાયદો થશે. આર્થિક સમસ્યાઓથી છુટકારો મળશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. જૂના રોકાણથી ફાયદો થઈ શકે છે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. વિદેશ પ્રવાસની શક્યતાઓ બની રહી છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)