આવતી કાલ 17 ઓગસ્ટથી શ્રાવણ માસ શરુ થઇ રહ્યો છે. અને આ દરમિયાન ધાર્મિક ગ્રંથો અને જ્યોતિષ શાસ્ત્ર જણાવેલ કેટલાક ઉપાય કરવાથી જાતકોને અનેક લાભ મળે છે. શ્રાવણ મહિનો ભોલેનાથને ખુબ પ્રિય છે અને આ દરમિયાન એમની પૂજા આરાધના કરવાથી દરેક જાતકો માટે લાભકારી સાબિત થઇ શકે છે. આ દરમિયાન ભોલેનાથની પૂજા કરવાથી દરેક મનોકામના પુરી થાય છે, કારણ કે ભગવાન શિવને તંત્રના દેવ પણ કહેવામાં આવે છે, માટે તમે ઇચ્છો કે તમારી આવકમાં વધારો થાય, તમારું શરીર રોગ મુક્ત થાય અને તમારું કામ સફળ થાય તો આજે જ આ ઉપાય કરવું લાભકારી થઇ શકે છે.
1. આવક વધારવા માટે: શ્રાવણ માસમાં કોઈપણ દિવસે ઘરમાં પારદ શિવલિંગની સ્થાપના કરો અને વિધિ પ્રમાણે તેની પૂજા કરો. આ પછી નીચે લખેલા મંત્રનો 108 વાર જાપ કરો.
મંત્ર – ઐં હ્રીં શ્રી ઓમ નમઃ શિવાય: શ્રી હ્રીં
શિવલિંગ પર છેલ્લું 108મું બીલીપત્ર અર્પણ કર્યા પછી, તેને બહાર કાઢીને તમારા પૂજા સ્થાન પર રાખો અને દરરોજ તેની પૂજા કરો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી વ્યક્તિની આવક વધે છે.
2. રોગમુક્તિ માટે: શ્રાવણમાં કોઈપણ દિવસે ભગવાન શિવના મંદિરમાં જઈને શિવલિંગ પર દૂધ અને કાળા તલનો અભિષેક કરો. અભિષેક માટે તાંબાના વાસણ સિવાય અન્ય કોઈપણ ધાતુના વાસણનો ઉપયોગ કરો. અભિષેક કરતી વખતે ઓમ જૂં સ: મંત્રનો જાપ કરતા રહો. આ પછી, ભગવાન શિવને રોગથી મુક્તિ મેળવવા માટે પ્રાર્થના કરો. ભગવાન શિવની કૃપાથી તમે જલ્દી રોગથી મુક્ત થશો.
3. સુખ અને સમૃદ્ધિના ઉપાય: ભગવાન શિવને સુગંધિત તેલનો અભિષેક કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે. તેજ દિમાગ માટે શિવલિંગ પર ખાંડ મિશ્રિત દૂધનો અભિષેક કરો.
4. ઈચ્છાઓ પુરી કરવાના ઉપાય: 21 બીલીના પાન પર ચંદન વડે ઓમ નમઃ શિવાય લખો અને શિવલિંગને અર્પણ કરો, સાથે જ એક મુખવાળું રુદ્રાક્ષ પણ ચઢાવો. તેનાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે.
5. દરેક સમસ્યા દૂર થશે: જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો શ્રાવણ મહિનામાં દરરોજ સવારે ઘરમાં ગૌમૂત્રનો છંટકાવ કરો અને ગુગ્ગુલની ધૂપ કરો. ઘરમાં શાંતિ રહેશે અને પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ વધશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)