હિન્દુ ધર્મમાં નાગપંચમીનું વિશેષ મહત્વ છે. દર વર્ષે શ્રાવણ માસના શુક્લ પક્ષની પાંચમની તિથિ એ નાગપંચમી ઉજવવામાં આવે છે. નાગપંચમીના દિવસે નાગ દેવતા પર દૂધ ચઢાવી પૂજા કરવામાં આવે છે. આ વર્ષે નાગપંચમી 21 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. સૌથી ખાસ વાત એ છે કે નાગપંચમી શ્રાવણ માસના પહેલા સોમવારે પડી રહી છે. આ વિશેષ સંયોગ દુર્લભ હોય છે.
ત્યારે જ્યોતિષી જણાવી રહ્યા છે નાગપંચમીના દિવસે કેટલીક ભૂલ કરવાથી બચવાની સલાહ આપવામાં આવે છે.
સોમવારે નાગ પંચમી પડવી એ ખૂબ જ દુર્લભ સંયોગ છે. આ દિવસે, ભોલેનાથને દૂધ અર્પણ કરવાની સાથે, નાગ મંદિરમાં નાગ દેવતાને દૂધ અને લાવા જરૂર અર્પણ કરો. ગરીબોમાં ભોજનનું દાન પણ કરો. આનાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે. આ દિવસે સાપને કોઈપણ રીતે નુકસાન ન પહોંચવું જોઈએ. નહિંતર, નાગ દેવતા ગુસ્સે થઈ શકે છે.
નાગ પંચમીના દિવસે આ ભૂલો ન કરો.
– નાગ પંચમીના દિવસે લોકોએ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આ દિવસે ભૂલથી પણ સાપને મારવો જોઈએ નહીં. જો તમે સાપને નુકસાન પહોંચાડો છો, તો આ પાપ તમારા પર નહીં, પરંતુ તમારા સમગ્ર પરિવાર પર લાગશે.
– નાગ પંચમીના દિવસે જમીન ખોદવી ન જોઈએ. એવું માનવામાં આવે છે કે સાપ જમીનની અંદર રહે છે. જેને સાપનું ઘર પણ કહેવામાં આવે છે. જમીન ખોદવાથી ઘર અથવા સાપનો ખાડો નાશ પામે છે. આમ કરવાથી ઘણી પેઢીઓને દોષિ લાગે છે.
– ઘણા લોકો નાગ પંચમીના દિવસે જીવતા સાપને દૂધ ચઢાવે છે. જ્યારે આવું ન કરવું જોઈએ. કારણ કે દૂધ સાપ માટે ઝેર સમાન છે. એટલા માટે નાગ પંચમીના દિવસે મંદિરમાં જઈને દૂધ ચઢાવો.
– ધાર્મિક શાસ્ત્રો અનુસાર નાગ પંચમીના દિવસે તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ. જેમ કે સીવણ, ભરતકામ વગેરે અશુભ માનવામાં આવે છે.
નાગ પંચમીનું શુભ મુહૂર્ત
શ્રાવણ માસના શુક્લ પક્ષની પાંચમની તિથિ 20 ઓગસ્ટના રોજ બપોરે 12.23 વાગ્યાથી શરૂ થઈ રહી છે, જે બીજા દિવસે એટલે કે 21 ઓગસ્ટ, સોમવારે બપોરે 02.12 વાગ્યા સુધી ચાલશે. ઉદયતિથિને ધ્યાનમાં રાખીને 21મી ઓગસ્ટે નાગ પંચમીની ઉજવણી કરવામાં આવશે. અને પૂજા માટેનો શુભ સમય સવારે 07:00 થી 09:30 સુધીનો છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)