જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગ્રહોનો સેનાપતિ આજે બપોરે 3 વાગ્યાને 14 મિનિટ પર કન્યા રાશિમાં ગોચર કરશે. ભૂમિ પુત્રના આ રાશિ પરિવર્તનની તમામ રાશિના જાતકો પર અસર જોવા મળશે. મંગળનું આ ગોચર મેષ, મિથુન સહીત કેટલીક રાશિને ભાગ્યોનો પુરો સાથ મળશે. પરંતુ કેટલીક રાશિઓ એવી છે જેને થોડું સાંચવીને રહેવું જરૂરી છે. જાણો મંગળના કન્યા રાશિમાં પ્રવેશથી કઈ રાશિઓએ સાંચવીને રહેવું પડશે.
વૃષભ: આ રાશિમાં મંગળ પાંચમા ઘરમાં પ્રવેશ કરશે. આ ભાવમાં સંતાન, શિક્ષા અને પ્રેમ સબંધનું ઘર માનવામાં આવે છે. માટે આ રાશિના જાતકોએ થોડું સાંચવીને રહેવાની જરૂરત છે. આ રાશિના જાતકોને ધન હાનિનો સામનો કરવો પડી શકે છે. લવ લાઈફમાં થોડી મુશ્કેલી આવી શકે છે. માટે થોડું સાંચવીને રહેવું. એની સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો.
સિંહ: આ રાશિમાં મંગળ બીજા ઘરમાં ગોચર કરી રહ્યો છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોને મિશ્ર પરિણામ મળી શકે છે. તમારી વાણી પર થોડો નિયંત્રણ રાખો. ઉપરાંત, બિનજરૂરી રીતે કોઈની ટીકા ન કરો. પરિવારમાં કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે.
કન્યા: આ રાશિમાં મંગળ આઠમા ભાવમાં ગોચર કરી રહ્યો છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. સ્વભાવે આક્રમક બની શકે છે. એટલા માટે કોઈપણ પ્રકારના વાદવિવાદ ટાળો. આ સાથે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો.
કુંભ: આ રાશિમાં મંગળ આઠમા ભાવમાં ગોચર કરી રહ્યો છે. આવી સ્થિતિમાં આ રાશિના જાતકોની પ્રોફેશનલ લાઈફમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે. તેની સાથે જ પૈતૃક સંપત્તિ માટે ભાઈ-બહેન વચ્ચે લડાઈ થઈ શકે છે. થોડા સાવધાન રહો. આ સાથે તમારા પરિવારના સભ્યો સાથે વાત કરતી વખતે સાવચેત રહો, કારણ કે તમારી કડવી વાતો તેમને નુકસાન પહોંચાડી શકે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)