fbpx
Saturday, November 16, 2024

હનુમાનજીના આ મંત્રોનો નિયમિત જાપ કરો, બધા સંકટ દૂર થશે

પવનપુત્ર હનુમાનજીની પૂજા માટે શનિવારનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. હિન્દુ ધર્મની માન્યતા અનુસાર ભગવાન હનુમાન કલયુગના એક માત્ર એવા જાગૃત અને સાક્ષાત દેવતા છે, જેની સામે કોઈ માયાવી શક્તિ ટકી શકતી નથી. એવામાં વીર બજરંગબલીની કૃપા મેળવવા માટે શનિવાર અને મંગળવારે હનુમાન દાદાની વિધિ વિધાનથી પૂજા કરવી જોઈએ. માન્યતા છે કે મંગળવારે મહાબલી હનુમાનની પૂજા કરવા અને વ્રત રાખવાથી સંકટ મોચન જલ્દી પ્રસન્ન થાય છે અને ભક્તોના તમામ કષ્ટો દૂર કરે છે.

પૂજા અને વ્રત ઉપરાંત સંકટ મોચનના ચમત્કારી મંત્ર છે, જેનો જાપ કરવાથી ભય, સંકટ અને શત્રુઓથી છુટકારો મળી શકે છે. આઓ જાણીએ હનુમાનજીના શક્તિશાળી મંત્રો અંગે.

ભયનો નાશ કરવા માટે હનુમાન મંત્ર

હં હનુમન્તે નમઃ ।

આરોગ્ય માટે

નાસાઈ રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમાન બીરા

સંકટ દૂર કરવાનો મંત્ર

ૐ નમો હનુમતે રુદ્રાવતારાય સર્વશંત્રુસંહારણાય સર્વરોગ હરાય સર્વવશીકરણાય રામદૂતાય સ્વાહા.

દેવા મુક્તિ મંત્ર

ॐ નમો હનુમાન અવેશાય અવેશાય સ્વાહા.

ઇચ્છા માટે મંત્ર

ઓમ મહાબાલયા વીરાયા ચિરંજીવિન ઉદ્દતે. હરિણે વજ્ર દેહાય ચોલંગ્ધિતમહે. નમો હનુમતે આવેશાય આવેશાય સ્વાહા.

પ્રેત ભૂત બાધા માટે

હનુમન્નંજી સુનો વાયુપુત્ર મહાબલઃ અકસ્માદાગતોત્પાંત નશયાશું નમોસ્તુતે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles