સનાતન ધર્મમાં પિતૃપક્ષનું વિશેષ મહત્વ છે. પિતૃપક્ષના મહિનામાં પિતૃઓની આત્માને શાંતિ અને મોક્ષ માટે એમનું શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરવાની પરંપરા લાંબા સમયથી ચાલી રહી છે. માન્યતા અનુસાર પિતૃપક્ષમાં પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી આપણા પૂર્વજો પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. પિતુપક્ષ દરમિયાન ઘણા લોકો પિતૃઓને પ્રસન્ન કરવા ઘણા પ્રકારના ઉપાય કરે છે.
એમાં તુલસી સબંધિત એક ઉપાય છે. તુલસી સાથે જોડાયેલ ઉપાય કરવાથી પિતૃઓના તર્પણ બરાબર ફળ પ્રાપ્ત થાય છે. તુલસી પાસે કઈ વસ્તુ ચઢાવવાથી શ્રાદ્ધ બરાબર ફળ મળે છે.
પિતૃપક્ષ કઈ તારીખથી શરૂ થાય છે
પિતૃપક્ષ એ પૂર્વજોને આદર આપવાની રીત છે. પિતૃપક્ષના 16 દિવસના સમયગાળા દરમિયાન પિતૃઓ પૃથ્વી પર આવે છે. પિતૃપક્ષ દર વર્ષે ભાદરના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિથી શરૂ થાય છે અને આસો મહિનાના કૃષ્ણ પક્ષની અમાવાસ્યાની તારીખે સમાપ્ત થાય છે.
આ તિથિથી પિતૃ પક્ષ શરૂ થાય છે
હિન્દી કેલેન્ડર મુજબ, આ વર્ષે પિતૃ પક્ષ 27 સપ્ટેમ્બર 2023 થી શરૂ થઈ રહ્યો છે, અને તે 14 ઓક્ટોબર 2023ના રોજ સમાપ્ત થશે. આ દરમિયાન કેટલાક ખાસ ઉપાય કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે. જેના કારણે પૂર્વજો પ્રસન્ન થઈને આપણને સુખ-સમૃદ્ધિ આપે છે.
તુલસી સંબંધિત ઉપાય
પિતૃ પક્ષ દરમિયાન લોકો પિતૃઓનું શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરે છે. આ સાથે અન્ય ઘણા ઉપાય પણ કરવામાં આવે છે. એમાંથી એક ઉપાય છે તુલસીના ઉપાય. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલસીના આ ઉપાય કરવાથી આપણા પિતૃઓ પ્રસન્ન થાય છે અને આ ઉપાય કરવાથી શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન સમાન ફળ મળે છે. પિતૃપક્ષના 16 દિવસના સમયગાળા દરમિયાન ગમે ત્યારે તુલસીના ઉપાય કરી શકાય છે, પરંતુ આ દરમિયાન એકાદશી અને રવિવાર ન આવતાં હોય તેનું ધ્યાન રાખો. જો સ્પષ્ટ શબ્દોમાં સમજીએ તો આ ઉપાય ભૂલથી પણ રવિવાર અને એકાદશીના દિવસે ન કરવા જોઈએ.
તુલસી પર ગંગા જળ ચઢાવો
શિવ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે શ્રાદ્ધ પક્ષમાં ઘરનો કોઈપણ સભ્ય તુલસીના ઉપાય કરી શકે છે. આ માટે તુલસીના પોટ પાસે એક વાટકો રાખો. આ પછી હથેળીમાં ગંગા જળ લઈને 5 કે 7 વાર તમારા પૂર્વજોના નામનું સ્મરણ કરો અને બાબા વિશ્વનાથનું નામ પણ લઈ ધીમે ધીમે ગંગા જળ ચઢાવો. હાથ જોડીને માતા તુલસી અને પૂર્વજોનું ધ્યાન કરો. આ ગંગા જળને તમે કોઈપણ છોડમાં નાખી શકો છો. આમ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા ખતમ થઈ જશે અને આ ઉપાય કરવાથી પિતૃઓના તર્પણ અને પિંડદાનની જરૂર નહીં રહે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)