ગુરુ ગ્રહ ધીમી ગતિએ ચાલનારો ગ્રહ છે. તેના ગોચરમાં ફેરફાર થવાથી માનવના જીવનમાં મોટા ફેરફારો થાય છે કારણ કે ગુરુ મહારાજનું ગોચર લાંબાગાળે થતુ હોય છે. હવે 12 વર્ષ પછી ગુરુ મેષ રાશિમાં વક્રી ગતિ કરશે, તેમના વક્રી થવાથી અમુક રાશિઓ માટે થોડો ખરાબ સમય શરુ થવાનો છે, તે રાશિઓ નીચે મુજબ છે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકોએ ગુરુ મેષ રાશિમાં વક્રી થવા પર પ્રતિકૂળ અસરોનો સામનો કરવો પડશે. આ સમય દરમિયાન તમારા જૂના રોગો ફરી ઉભરી શકે છે. પૈસાના મામલામાં તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પારિવારિક બાબતોમાં કોઈ ખોટો નિર્ણય તમને મોંઘો પડી શકે છે. જો તમે ક્યાંક પૈસા રોકવા અથવા નવું ઘર બનાવવાનું વિચારી રહ્યા છો, તો તમારે હવે રોકવું જોઈએ.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે ગુરુનું સંક્રમણ મુશ્કેલીઓ વધારી શકે છે. જીવનસાથી સાથે કોઈ વાત પર મતભેદ થઈ શકે છે. આ તમારા કામ પર અસર કરશે. કાર્યસ્થળ પર સહકર્મીઓ સાથે તમારો વિવાદ થઈ શકે છે. આ સમયે લગ્ન સંબંધી નિર્ણયો સમજી વિચારીને લેવા જોઈએ.
વૃશ્ચિક રાશિ
ગુરુ ગ્રહ વક્રી થવાને કારણે વૃશ્ચિક રાશિના લોકોના જીવનમાં અચાનક નવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. કેટલાક એવા ખર્ચ થઈ શકે છે જેના વિશે તમે વિચાર્યું પણ નહીં હોય. તમારે મન વગરના કેટલાક લોકો સાથે મુલાકાત કરવી પડી શકે છે. પ્રેમ સંબંધોમાં તિરાડ આવી શકે છે અને તમારા માતા-પિતા સાથેના તમારા સંબંધો પર પણ અસર પડી શકે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)