fbpx
Monday, January 20, 2025

આવતીકાલે શ્રાવણનો પહેલો સોમવાર, મહાદેવની કૃપા મેળવવા આ મંત્રોથી કરો શિવ અભિષેક

શ્રાવણ મહિનો 17 ઓગસ્ટથી શરુ થઈ ગયો છે. આવતી કાલે એટલે કે 21 ઓગસ્ટના દિવસે શ્રાવણનો પહેલો સોમવાર છે. સોમવાર મહાદેવજીનો પ્રિય વાર છે અને શ્રાવણના સોમવારનું મહાત્મય અનેરું છે. આ દિવસે ભગવાન શિવ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. તમે પણ જીવનમાં મુશ્કેલીઓથી છૂટકારો મેળવવા માંગતા હોવ તો શિવજીના કેટલાક મંત્રોનો જરુર જાપ કરો.

આ મંત્રોનો જાપ કરવાથી મહાદેવજી પ્રસન્ન થઇ જાય છે.

મહામૃત્યુંજય મંત્ર
ૐ ત્ર્યમ્બકં યજામહે સુગન્ધિં પુષ્ટિવર્ધનમ, ઉર્વારુકમિવ બન્ધનાન્મૃત્યોર્મુક્ષીય મામૃતાત્

શિવજીનો મૂળ મંત્ર
ૐ નમ: શિવાય

શિવજીનો પ્રભાવશાળી મંત્ર
ૐ સાધો જાતયે નમ: ૐ વામ દેવાય નમ:
ૐ અઘોરાય નમ: ૐ તત્પુરુષાય નમ:
ૐ ઈશાનાય નમ: ૐ હ્રીં હ્રૌં નમ: શિવાય

રુદ્ર ગાયત્રી મંત્ર
ૐ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર: પ્રચોદયાત

શ્રાવણ સોમવાર વ્રત વિધિ

  • શ્રાવણ સોમવારના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને ભગવાન શિવનો જલાભિષેક કરો. ભગવાન શિવની સાથે દેવી પાર્વતી અને નંદી મહારાજને પણ જળ ચઢાવો.
  • શિવલિંગ પર પંચામૃતથી રૂદ્રાભિષેક કરો અને બિલિપત્ર ચઢાવો. તેની સાથે શિવલિંગ પર ધતુરો, ફૂલ, ચંદન ચોખા પણ ચઢાવો.
  • ભગવાન શિવ, માતા પાર્વતી અને ગણેશની પૂજા કરો અને ભગવાન શિવની સામે ઘીનો દીવો કરો.
  • આ દિવસે વ્રત રાખો અને સાત્વિક આહાર લો. ઉપવાસ દરમિયાન તમે ફળો પણ ખાઈ શકો છો. સોમવારે ભગવાન શિવનું ધ્યાન કરતા રહો.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles