fbpx
Saturday, November 16, 2024

સાત જન્મના પાપમાંથી મુક્તિ મેળવવા માંગતા હોય તો સોમવારે આ રીતે કરો મહાદેવની પૂજા

સનાતન ધર્મમાં દેવોના દેવ મહાદેવ એક એવા દેવતા છે, જે પોતાના ભક્તોની પૂજાથી સૌથી વધારે ખુશ થાય છે. એવી માન્યતા છે કે, શિવ શંભૂની પૂજા આપ આખા વર્ષમાં ક્યારેય પણ કરી શકો છો. પણ જો આપ તેની પૂજા શ્રાવણના સોમવારમાં કરો છો તો તેના વિશેષ આશીર્વાદ પણ મળે છે. કાલે એટલે કે 21 ઓગસ્ટ 2023 શ્રાવણનો સોમવાર છે. આ શ્રાવણ સોમવાર પર વ્રત રાખવું અને મહાદેવની પૂજા કરવી ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.

આવો જાણીએ શિવની પૂજા વિધિ અને મહત્વ.

ત્યારે આવા સમયે મહાદેવની કૃપા મેળવવા માટે શ્રાવણના સોમવાર પર વ્રત રાખીને શિવની પૂજા કરવાથી મનોવાંચ્છિત ફળ મળે છે. સાથે જ સાત જન્મોના પાપોમાંથી મુક્તિ મળે છે. આ ઉપરાંત લગ્ન કરવા યોગ્ય છોકરા-છોકરીઓ માટે જલ્દી લગ્ન માટે સંબંધો આવશે. આપને જણાવી દઈએ કે આ વખતનો શ્રાવણ સોમવાર ખૂબ જ ખાસ છે. કેમ કે આ દિવસે શિવજી સાથે નાગદેવતાની પણ કૃપા મળશે.

મહાદેવની પૂજાથી પુરા થશે બધા કામ

સનાતન પંરપાર અનુસાર, ભોલેનાથના આશીર્વાદ મેળવવા અને પોતાની ઈચ્છાપૂર્તિ માટે કેટલાય પ્રકારના ઉપાય કરવામાં આવે છે. ત્યારે આવા સામે આપ કોઈ સ્પેશિયલ કામની પૂજા માટે શ્રાવણ સોમવારને શિવ સાધના કરવા જઈ રહ્યા છો તો આપને આજે પાર્થિવ શિવલિંગની પૂજા કરવી જોઈએ. માન્યતા અનુસર માટીમાંથી બનાલે શિવલિંગની પૂજા કરવાથી જાતકને જલ્દી મનગમતું ફળ મળે છે.

આ વિધિથી કરો શિવની પૂજા, તો મળશે મનોવાંછિત ફળ

  • શ્રાવણ સોમવારના દિવસે સવારે જલ્દી ઉઠીને સ્ના કર્યા બાદ ભગવાન શિવનો જળાભિષેક કરો.
  • તેની સાથે જ દેવી પાર્વતી અને નંદીને પણ ગંગાજળ અથવા દૂધ ચડાવો. બાદમાં પંચામૃતથી રુદ્રાભિષેક કરો અને બિલી પત્ર ચડાવો.
  • આ દરમ્યાન શિવજીની પૂજા દરમ્યાન શિવલિંગ પર ધતૂરો, ભાંગ, બટાટા, ચંદન, ચોખા ચડાવો. ત્યાર બાદ શિવજી સાથે માતા પાર્વતી અને ગણેશજીને તિલક લગાવો.
  • શ્રાવણ સોમવારની પૂજા બાદ પ્રસાદ તરીકે ભગવાન શિવને ઘી શક્કરનો ભોગ લગાવો.
  • ત્યાર બાદ ધૂપ, દીપ નૈવેદ્યથી મહાદેવની આરતી કરો અને આખો દિવસ વ્રત કરીને તેના પૂજા પાઠ કરતા રહો.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles