fbpx
Saturday, November 16, 2024

ગરુડ પુરાણમાં લખેલી આ 5 ખરાબ આદતોને જીવનમાંથી દૂર કરવી જોઈએ

ગરુણ પુરાણને સનાતન ધર્મના 18 મોટા પુરાણોમાંનું એક પુરાણ માનવામાં આવે છે. તેના મુખ્ય દેવતા ભગવાન વિષ્ણુ છે.ગરુણ પુરાણમાં વ્યક્તિના જીવનના સરળ અને સુંદર બનાવવાના ઉપાયો કહ્યા છે તેમજ મૃત્યુ પછી આત્મા સાથે શું થાય છે તે વિશે પણ જણાવાયું છે. ગરુડ પુરાણમાં કેટલીક એવી બાબતો લખેલી છે કે તેને તમે જીવનમાં ઉતારીને જીવનનો ઉદ્ધાર કરી શકો છો.

મૃત્યુ પછી પણ સ્વર્ગમાં જગ્યા પામી શકે છે. આવો જાણીએ તે બાબતો વિશે.

  • ગરુડ પુરાણ અનુસાર જો કોઈ વ્યક્તિ આખો સમય ગંદા કપડા પહેરે છે તો મા લક્ષ્‍મી તેના પર નારાજ થઈ જાય છે. માતા લક્ષ્‍મીને સ્વચ્છતા ખૂબ જ પસંદ છે. તે એવા ઘરમાં રહે છે જ્યાં સ્વચ્છતા જળવાઈ રહે છે.
  • ગરુડ પુરાણ મુજબ જે લોકો સ્વભાવથી અન્યની નિંદા કરનારા હોય છે, તેમના જીવનમાં ગરીબી રહે છે. આ સ્વભાવમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેઓ બિનજરૂરી રીતે બૂમો પાડે છે, બીજાને ખરાબ કરે છે અને ખરાબ બોલે છે.
  • ગરુડ પુરાણ અનુસાર જે લોકો લાંબા સમય સુધી ઊંઘે છે તે આળસુ હોય છે. આવા વ્યક્તિના જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ હોય છે, તેથી તમારું કામ કરતી વખતે આળસને સંપૂર્ણપણે દૂર કરો.
  • ગરુડ પુરાણ અનુસાર જે વ્યક્તિ પોતાની પાસે રહેલી સંપત્તિ પર અભિમાન કરે છે તે બૌદ્ધિક રીતે નબળા હોય છે. આવા લોકોના ઘરમાં લક્ષ્‍મી માતા લાંબો સમય રહેતી નથી.
  • ગરુડ પુરાણ અનુસાર જો કોઈ વ્યક્તિ પરિશ્રમથી દૂર ભાગે છે. તેમને સોંપેલા કામ યોગ્ય રીતે કરતા નથી તેમની પર માતા લક્ષ્‍મી કદી આશિર્વાદ આપતા નથી.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles