જો ચાણક્યના સિદ્ધાંતો અને નીતિઓ આજે પણ લાગુ પડે છે, તો તેનું કારણ એ છે કે તેણે માનવકલ્યાણના હેતુને લક્ષમાં રાખીને તેના અભ્યાસ, વિચારો અને જીવનના અનુભવોમાંથી મેળવેલા અમૂલ્ય જ્ઞાનને નિઃસ્વાર્થ ભાવે વ્યક્ત કર્યું છે. આચાર્ય ચાણક્યએ જીવનને વધુ સારું બનાવવા વિશે ઘણું કહ્યું છે. ચાણક્ય નીતિ કહે છે કે દરેક વ્યક્તિનો જીવનસાથી સૌથી મહત્ત્વનો હોય છે.
ચાણક્યને કૌટિલ્ય અને વિષ્ણુગુપ્તના નામે પણ ઓળખવામાં આવે છે. ભારતના ઇતિહાસ અનુસાર, ચાણક્ય ખૂબ જ જ્ઞાની વ્યક્તિ હતાં, જેની નીતિઓ ખૂબ જ પ્રસિદ્ધ છે. તેવામાં જો લગ્નની વાત કરવામાં આવે તો યોગ્ય જીવનસાથી પસંદ કરવો ખૂબ જ જરૂરી હોય છે. તેવામાં ચાણક્ય નીતિ અનુસાર, વિવાહ યોગ્ય સ્ત્રીના ગુણોની વ્યાખ્યા કરવામાં આવી છે, જે પતિ અને પરિવાર માટે ખૂબ જ ભાગ્યશાળી માનવામા આવે છે. આવી સ્ત્રીના પગ ઘરમાં પડે તો જીવનમાં ખુશીઓ અને સૌભાગ્ય આવે છે.
ધાર્મિક સ્ત્રી
ધર્મ-કર્મમાં રસ ધરાવતી સ્ત્રી પરિવારમાં સુખ અને શાંતિ જાળવી રાખવામાં કુશળ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે ધર્મ-કર્મ કરનાર વ્યક્તિ ખરાબ કામોથી ડરે છે. જે સ્ત્રી પોતાના ધર્મનું પાલન કરે છે, તે જીવનની દરેક પરિસ્થિતિમાં સફળતા પ્રાપ્ત કરે છે. તેવામાં વિધિ-વિધાનથી પૂજા-પાઠ કરવાથી ઘરમાં સૌભાગ્ય આવે છે.
સંસ્કારી સ્ત્રી
ઉપરની સુંદરતાની સાથે સાથે આંતરિક સુંદરતા પણ જરૂરી છે. સંસ્કારોથી તમારી રહેણી-કરણી જાણી શકાય છે. તેવામાં એક સંસ્કારી કે મર્યાદિત સ્ત્રી હંમેશા પોતાના વડીલોને સન્માન આપે છે અને તેનું ધ્યાન પણ રાખે છે.
સાથ નિભાવે તેવી
ચાણક્ય અનુસાર એવી સ્ત્રી, જે દરેક સ્થિતિમાં પોતાના ઘર-પરિવાર અને પતિનો સાથ નિભાવે, તે જીવનને મધુર બનાવી શકે છે. ભલે તે આર્થિક હોય, સામાજિક હોય કે પારિવારિક સ્થિત હોય. એક ગુણવાન સ્ત્રી પોતાના પરિવાર અને પતિ સાથે દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં ઉભી રહે છે અને સંતુલન પણ બનાવી રાખે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)