fbpx
Thursday, October 24, 2024

સપ્ટેમ્બરમાં 5 મુખ્ય ગ્રહોની ચાલ, આ 3 રાશિઓને મળશે જબરદસ્ત આર્થિક લાભ

સપ્ટેમ્બર મહિનામાં 5 ગ્રહોની ચાલ અને 12 રાશિઓમાં મોટી હલચલ થવા જઈ રહી છે. સૂર્ય દેવ 17 સપ્ટેમ્બરે કન્યા રાશિમાં સંક્રમણ કરશે તો 4 સપ્ટેમ્બરે ગુરુ વક્રી થશે અને શુક્ર માર્ગી થશે.

16 સપ્ટેમ્બરે બુધ ગ્રહ સિંહ રાશિમાં સંક્રમિત થવા જઈ રહ્યો છે. આ ચાર સિવાય મંગળ 24 સપ્ટેમ્બરે કન્યા રાશિમાં અસ્ત કરશે. સપ્ટેમ્બરમાં આ 5 ગ્રહોની ચાલ તમામ 12 રાશિના લોકો પર અસર કરશે. તેમાંથી 4 રાશિના લોકોને ધનલાભ અને પ્રગતિની નવી તકો મળી શકે છે.

સપ્ટેમ્બરમાં રાશિ પરિવર્તન અને ગ્રહોની ચાલથી મેષ, મિથુન, સિંહ અને તુલા રાશિના જાતકોને ફાયદો થશે. એક રીતે જોઈએ તો સપ્ટેમ્બર મહિનો તેમના માટે લકી સાબિત થઈ શકે છે. તુલા રાશિના જાતકોને નવી કાર અને નવું મકાન મળવાની સંભાવના છે અને કરિયરમાં પણ પ્રગતિ થશે. આવો જાણીએ સપ્ટેમ્બર મહિનાના ગ્રહ સંક્રમણનો કઈ રાશિ પર સારો પ્રભાવ પડશે.

ગ્રહ સંક્રમણની શુભ અસર સપ્ટેમ્બર 2023:
મેષઃ
સપ્ટેમ્બર મહિનામાં ગ્રહોના સંક્રમણની સારી અસર મેષરાશિના જાતકોના જીવન પર જોવા મળશે. આ રાશિના લોકો માટે આ સમયે સુવર્ણ સમય શરૂ થશે અને પ્રગતિની નવી સંભાવનાઓ પણ મળશે. સાથે જ આવકના નવા સ્ત્રોત વિકસિત થશે અને જે પણ કામ અટવાયું હોય તે આ મહિને પૂર્ણ થશે અને એ સાથે જ સફળતા પણ મળશે.

મિથુન:
આ રાશિના જે પણ જાતકો સપ્ટેમ્બરમાં વિદેશ જવાની તૈયારી કરી રહ્યા છે, તેમને સફળતા મળશે. આ સાથે જ શિક્ષણ અને સ્પર્ધાના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને નવી સિદ્ધિઓ મળી શકે છે પણ આ માટે સખત મહેનત કરતા રહેવું પડશે. આ ગ્રહોના સંક્રમણ સમયે સ્વાસ્થ્ય સારું રહેશે અને પરિવારમાં સુખ અને શાંતિ રહેશે.

સિંહઃ
સપ્ટેમ્બર મહિનો સિંહ રાશિના લોકો ભાગ્યશાળી રહેશે. નોકરિયાતો માટે સારા દિવસો આવશે અને તમને તમારી મહેનતનું સારું પરિણામ મળશે. આ સાથે જ પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે અને વિવાહિત જીવનમાં ખુશીઓ પણ આવશે. બિઝનેસ કરતાં લોકોને રોકાણની સારી તકો મળશે અને એ સાથે જ આર્થિક બાજુ મજબૂત બનશે.

તુલાઃ
આ રાશિના લોકો માટે સપ્ટેમ્બર મહિનો ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે, તુલા રાશિના જાતકો નવી કાર કે નવા મકાનની ખરીદી કરી શકે છે. આ સાથે જ મા લક્ષ્‍મીની કૃપા રહેશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે. નોકરી કરતા લોકોના પગારમાં વધારો થવાના સંકેત છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles