હિન્દુ અને સનાતન ધર્મમાં દીવો પ્રગટાવવું ખુબ શુભ માનવામાં આવે છે. કારણ કે કોઈ પણ પૂજા દીવો પ્રગટાવ્યા વગર પુરી માનવામાં આવતી નથી. જો કે, શાસ્ત્રોમાં દેવી-દેવતાઓ માટે અલગ-અલગ પ્રકારના દીવા પ્રગટાવવા અંગે જણાવવામાં આવ્યું છે. જેવા કે માતા લક્ષ્મીને ઘીનો દીવો પ્રિય છે, ત્યાં જ હનુમાનજીને ચમેલીના તેલ અને શનિદેવને સરસવના તેલનો દીવો પ્રિય છે.
નિયમિત રૂપથી દીવો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને દેવગણ પ્રસન્ન થાય છે. એ જ રીતે પિતૃપક્ષમાં પણ દીવો પ્રગટાવવું શુભ માનવામાં આવે છે.
જણાવી દઈએ કે, 28 સપ્ટેમ્બર 2023થી પિતૃ પક્ષની શરૂઆત થાય છે. એવામાં 15 દિવસ ચાલવા વાળા પિતૃ પક્ષમાં જો તમે યોગ્ય દિશામાં દીવો પ્રગટાવો છો તો તમને પિતૃઓના આશીર્વાદ મળશે. સાથે જ મનોકામના પણ પુરી થશે.
પિતૃપક્ષ પર દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવો: જો કે, ઘણા ઘરોમાં સવારે પૂજા સમયે અને સાંજે સંધ્યાવંદન દરમિયાન દીવા ચોક્કસપણે પ્રગટાવવામાં આવે છે. પરંતુ પિતૃપક્ષ દરમિયાન દરરોજ દીવો પ્રગટાવવો અને તેને દક્ષિણ દિશામાં રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. જણાવી દઈએ કે, આ દિશા પૂર્વજોની માનવામાં આવે છે. આ ઉપાય કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે.
ઈશાન દિશામાં ઘીનો દીવો પ્રગટાવોઃ ઘરની ઈશાન (ઉત્તર અને પૂર્વ વચ્ચેની દિશા)માં દરરોજ ગાયના ઘીનો દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મી તમારા પર આશીર્વાદ વરસાવશે. તેનાથી ઘરમાં ક્યારેય આર્થિક સમસ્યા નથી આવતી. દરરોજ આવું કરવાથી પિતૃઓ ખૂબ જ પ્રસન્ન થાય છે અને પિતૃઓના આશીર્વાદથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
પીપળના ઝાડ પર દીવો પ્રગટાવોઃ પિતૃપક્ષ દરમિયાન પીપળના ઝાડ પર દીવો પ્રગટાવવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. એવું માનવામાં આવે છે કે પીપળના ઝાડ પર દેવી-દેવતાઓની સાથે પૂર્વજો પણ નિવાસ કરે છે. આવી સ્થિતિમાં જો તમે પિતૃ પક્ષમાં રોજ પીપળના ઝાડને જળ ચઢાવીને ઘીનો દીવો કરો તો તમને તેમના આશીર્વાદ મળશે. આ સિવાય પિતૃ દોષથી પણ તમને છુટકારો મળશે.
રસોડામાં પાણી પાસે દીવો પ્રગટાવોઃ જ્યોતિષમાં કેટલાક એવા ઉપાય જણાવવામાં આવ્યા છે, જેને કરવાથી પિતૃઓ ખુશ રહે છે. તમને જણાવી દઈએ કે પિતૃપક્ષ દરમિયાન નિયમિત સાંજે રસોડામાં પીવાના પાણીની પાસે દીવો પ્રગટાવશો તો તમને પિતૃઓની કૃપા ચોક્કસ પ્રાપ્ત થશે. તેની સાથે માતા લક્ષ્મી અને માતા અન્નપૂર્ણા બંને પણ પ્રસન્ન થશે.
ઘરના મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવોઃ જ્યોતિષશાસ્ત્રમાં ઘરના મુખ્ય દરવાજા પર દીવો કરવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. સવારે અને ખાસ કરીને સાંજે મુખ્ય દરવાજા પર સરસવના તેલનો દીવો નિયમિત રીતે પ્રગટાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થતો નથી. આ સિવાય દેવી લક્ષ્મીની કૃપાથી ઘરમાં હંમેશા ધન, સંપત્તિ અને સુખ-શાંતિ બની રહે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)