રક્ષાબંધન દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના રોજ ઉજવવામાં આવશે. આ વર્ષે 30 ઓગસ્ટ એટલે બુધવારે છે. રક્ષાબંધનનો તહેવાર પર બહેન ભાઈને રાખડી બાંધે છે. રાખડી ભાઈના જમણા હાથના કાંડા પર બાંધવામાં આવે છે, એ પાછળ આધ્યાત્મિક, આયુર્વેદિક અને મનોવૈજ્ઞાનિક કારણ છે. સાથે જ મુહૂર્ત પર રાખડી બાંધવું શુભ માનવામાં આવે છે.
શરીરનો જમણો ભાગ પવિત્ર હોય છે અને આ સકારાત્મક ઉર્જા બનાવી રાખવા માટે મહત્વપૂર્ણ છે. માટે ધાર્મિક કાર્યોમાં તમામ કામ સીધા હાથથી કરવામાં આવે છે. શરીરના જમણા ભાગમાં નિયંત્રિત શક્તિ પણ વધુ હોય છે.
વધુમાં જણાવ્યું કે, જમણા હાથને વર્તમાન જીવનના કર્મોનો હાથ પણ માનવામાં આવે છે, તેથી કહેવાય છે કે જમણા હાથથી કરવામાં આવેલ દાન અને ધર્મ ભગવાન સ્વીકારે છે. મંદિરમાં પૂજા સમયે જે દોરો બાંધવામાં આવે છે તે પણ જમણા હાથ પર જ બાંધવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, રાખડી પણ માત્ર જમણા હાથના કાંડા પર બાંધવામાં આવે છે.
શા માટે રાખડી ફક્ત કાંડા પર જ બાંધે છે
શું તમે ક્યારેય વિચાર્યું છે કે શા માટે રાખડી ફક્ત કાંડા પર જ બાંધવામાં આવે છે? ખરેખર, તેની પાછળ આધ્યાત્મિક, આયુર્વેદિક અને મનોવૈજ્ઞાનિક કારણો છે. આધ્યાત્મિક કારણોની વાત કરીએ તો એવું માનવામાં આવે છે કે કાંડા પર રાખડી બાંધવાથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
થાય છે મનોવૈજ્ઞાનિક અસર
આયુર્વેદ અનુસાર, કાંડા પર રાખડી બાંધવાથી વાટ, પિત્ત, કફ સંતુલિત થાય છે, જે સ્વાસ્થ્ય પર સાનુકૂળ અસર કરે છે. સાથે જ કાંડા પર બાંધેલું રક્ષાસૂત્ર પણ માનસિક અસર કરે છે. કારણ કે રાખડી રક્ષણના બંધનનું પ્રતિનિધિત્વ કરે છે, તેથી વ્યક્તિ પોતાનામાં શક્તિનો સંચાર અનુભવે છે. આ વધતા આત્મવિશ્વાસ સાથે સકારાત્મક વિચાર પણ વધે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)