ઝાડુને હિન્દુ ધર્મમાં ખુબ મહત્વ આપવામાં આવે છે. એવું એટલા માટે કારણ કે ઝાડુને માતા લક્ષ્મીનું પ્રતીક તરીકે જોવામાં આવે છે. સાવરણીનો ઉપયોગ ઘરની સાફ સફાઈ માટે કરવામાં આવે છે, જે ઘરનો કચરો બહાર કાઢી ઘરમાં હાજર નકારાત્મક ઉર્જા બહાર કાઢે છે. પરંતુ ઘણા ઝાડુના તૂટ્યા પછી પણ તેનો ઉપયોગ કરે છે તો કેટલાક લોકો ગમે ત્યાં ફેંકી દે છે, ત્યારે વાસ્તુ શાસ્ત્રમાં સાવરણીને લઇ કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે.
જૂની સાવરણીને કયા દિવસે અને કોઈ પ્રકારે ઘરની બહાર ફેંકવું જોઈએ અને કયા દિવસે નહિ.
ઘણા લોકો તૂટેલી સાવરણી લઈને પણ કામ કરી લે છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરની સાવરણી ઘણી જૂની થઈ ગઈ હોય અને તૂટી રહી હોય. તો તેને ઘરમાં રાખવાને બદલે તેને દૂર કરી દેવી જોઈએ. કારણ કે જૂની તૂટેલી સાવરણી ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે. જેના કારણે તમારા ઘર અને જીવનમાં સમસ્યાઓ વધી શકે છે.
જૂની સાવરણી ક્યારે ફેકવી?: જો તમે ગમે ત્યારે જૂની-તૂટેલી સાવરણી ઘરની બહાર ફેંકતા હોવ તો તમારે આવું કરવાનું ટાળવું જોઈએ. શનિવાર અને અમાસના દિવસ જૂની સાવરણીને ઘરની બહાર ફેંકવા માટે યોગ્ય માનવામાં આવે છે. આ સાથે, તમે ગ્રહણ પછી અથવા હોલિકા દહન પછી પણ જૂની સાવરણી ઘરની બહાર ફેંકી શકો છો. આ રીતે ઘરમાં હાજર નકારાત્મક ઉર્જા પણ ઝાડુ સાથે બહાર નીકળી જશે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે.
જૂની સાવરણી ક્યાં ફેંકવી: જૂની સાવરણી કોઈ પણ જગ્યાએ વિચાર્યા વગર ન ફેંકવી જોઈએ, પરંતુ જૂની સાવરણી ફેંકવા માટે એવી જગ્યા પસંદ કરવી જોઈએ, જ્યાં કોઈનો પગ સાવરણી પર ન પડે. આ સિવાય ઝાડુ ક્યારેય પણ નાળા કે ઝાડની પાસે ન ફેંકવું જોઈએ. સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખો કે ભૂલથી પણ સાવરણી બાળવી ન જોઈએ.
કયા દિવસે સાવરણી ન ફેંકવી જોઈએ?: ગુરુવાર કે શુક્રવારે ઘરની બહાર ક્યારેય પણ જૂની સાવરણી ન ફેંકવી જોઈએ. આ સાથે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે જે દિવસે તમે ઘરની જૂની સાવરણી બહાર ફેંકો છો તે દિવસે એકાદશી ન હોવી જોઈએ. આનાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે અને તમારા ઘરમાં આર્થિક સમસ્યા આવી શકે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)