fbpx
Monday, December 23, 2024

કુલ્ફી ખાતી વખતે તમે જે હાથ કુલ્ફીની નીચે રાખો છો ને…😜😅😝😂🤪🤣

એક શેઠિયાએ છાપામાં જાહેરાત આપી
” માણસ જોઈએ છે.
સાઇકલ ચાલાવતા અવડવું ફરજીયાત છે.
બે વાર જમવાનું મળશે.”
બકાને થયું બે વાર જમવાનું મળશે તો આ નોકરી લેવા જેવી.
બકો ગયો શેઠના ઘેરને કહ્યું નોકરી માટે આવ્યો છું.
કયાઁ છે સાઇકલ ?
શેઠજી : આ રહી
બકો:- કામ શું કરવાનું છે ?
શેઠ:- કામ કંઈ ખાસ નથી.
સવારે ને સાંજે તારે બાલાજી હનુમાન જવાનું.
ત્યાં જમી લેવાનું અને
મારે માટે ટિફિન લેતા આવવાનું….બેજ ધક્કા છે…
😜😅😝😂🤪🤣

કુલ્ફી ખાતી વખતે તમે જે હાથ કુલ્ફીની નીચે રાખો છો ને…
તેને ગીતામાં “મોહ” કહ્યો છે…
અને કુલ્ફી ખાધા પછી તમે જે ડંડી ચાટો છો ને…
તેને ગીતામાં “લોભ” કહ્યો છે…
અને ડંડી ફેંક્યા પછી સામે વાળીની કુલ્ફી જોઇને…
મનમાં વિચારો છો ને કે તેની પૂરી કેમ નથી થઇ!!!…
તેને ગીતામાં “ઇર્ષા” કહી છે…
અને કુલ્ફી પૂરી થતા પહેલા જ જો કુલ્ફી પડી જાય અને
ડંડી જ હાથમાં રહે અને મનમાં જે આવેને . . .
તેને ગીતામાં “ક્રોધ” કહ્યો છે. . .
અને આ બધુ વાંચીને
જે ચહેરા પર જે “હાસ્ય” આવેને તેને “મોક્ષ” કહ્યો છે…
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles