fbpx
Thursday, January 23, 2025

સર્વાર્થ સિદ્ધિ યોગમાં આજે પુત્રદા એકાદશી

હિન્દૂ ધર્મ અનુસાર, શુક્લ પક્ષ અને કૃષ્ન પક્ષમાં આવતી એકાદશીનું અલગ-અલગ મહત્વ હોય છે. એ જ રીતે શ્રાવણ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે. તેને પવિતરોપના એકાદશી અથવા પવિત્ર એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એકાદશી વર્ષમાં બે વખત આવે છે. જેમાંથી એક વખત શ્રવણ માસમાં અને બીજી પોષ મહિનામાં આવે છે.

માનવામાં આવે છે કે આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવાની સાથે તેમનું વ્રત રાખવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. આ વ્રત રાખવાથી ઘરે તેજસ્વી બાળકનો જન્મ થાય છે. ત્યારે આજે અહીં પુત્રદા એકાદશીની તિથિ, શુભ મહુર્ત અને પૂજા વિધિ અંગે જાણીશું.

પુત્રદા એકાદશી 2023 તિથિ

શ્રાવણ માસની શુક્લ પક્ષની એકાદશી તિથિ પ્રારંભ: 26 ઓગસ્ટ, રાત્રે 12:09 વાગ્યે

શ્રાવણ માસની શુક્લ પક્ષની એકાદશી તિથીનું સમાપન: 27 ઓગસ્ટ, રાત્રે 09:33 વાગ્યે

પુત્રદા એકાદશી તિથિ: ઉદય તિથિ અનુસાર પુત્રદા એકાદશીનું વ્રત 27 ઓગસ્ટના રોજ રાખવામાં આવશે.

પુત્રદા એકાદશીના દિવસે બની રહ્યો છે ખાસ યોગ

હિન્દૂ પંચાંગ અનુસાર, પુત્રદા એકાદશીના દિવસે ખૂબ જ શુભ યોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે. પુત્રદા એકાદશીના દિવસે સવારે 5:56 વાગ્યાથી લઈને સાંજે 07:16 વાગ્યા સુધી સર્વાર્થ સિદ્ધિ યોગની નિર્માણ થવા જઈ રહ્યું છે. આ સાથે જ સવારે 6:59 વાગ્યાથી પુષ્ય નક્ષત્ર પણ શરુ થવા જઈ રહ્યું છે, જે અસમગ્ર દિવસ દરમિયાન રહેશે. ત્યારે પુત્રદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિને શુભ ફળની પ્રાપ્તિ થઇ શકે છે.

પુત્રદા એકાદશી 2023 વ્રતના પારણનો સમય

હિન્દૂ પંચાંગ અનુસાર, પુત્રદા એકાદશીના વ્રતનું પારણ 28 ઓગસ્ટના રોજ સવારે 05:57 વાગ્યાથી લઈને 08:31 વાગ્યા સુધી કરી શકો છો.

પુત્રદા એકાદશી 2023ની પૂજા વિધિ

પુત્રદા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને નિત્યક્રમ પૂર્ણ કરીને સ્નાન કરી લેવું જોઈએ. ત્યાર બાદ મનમાં વિષ્ણુજીને જપતાં જપતા વ્રતનો સંકલ્પ લેવો જોઈએ. હવે ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા તસ્વીર પર ફૂલ દ્વારા પાણી છાંટીને પૂજાનો આરંભ કરો. જે બાદ પીળું ચંદન, અક્ષત, ફૂલ, માળા વગેરે ભગવાનને ચઢાવો. જે બાદ ભગવાનને મીઠાઈ અને ફળનો ભોગ ચઢાવો, જેમાં તુલસીનો સમાવેશ જરૂરથી કરો. ત્યાર બાદ ઘીનો દીવો કરીને અગરબત્તી કરો અને વિધિવત રીતે એકાદશી વ્રત કથાનો પાઠ કરો. સાથે જ ૐ વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો. ત્યાર બાદ પૂજાના અંતમાં આરતી કરવા દરમિયાન તમારી ભૂલ ચૂક બાદલ માફી મંગાવી જોઈએ. સમગ્ર દિવસ ફળાહાર કરો અથવા ભૂખ્યા રહીને વ્રત કરો. સાંજે પણ શ્રીહરિની પૂજા કરો. બીજા દિવસે શુભ મહુર્ત દરમિયાન વ્રતનું પારણ કરી લો.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles