દરવર્ષે શ્રાવણનાં મહિનામાં શુક્લ પક્ષની એકાદશી તિથિનાં દિવસે પુત્રદા એકાદશી મનાવવામાં આવે છે. આ વર્ષે આ એકાદશી આજે એટલે કે 27 ઑગસ્ટ 2023નાં છે. હિંદૂ માન્યતાઓ અનુસાર શ્રાવણ પુત્રદા એકાદશીનાં દિવસે વ્રત કરવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે અને આ સાથે જ સંતાન સંબંધિત સમસ્યાઓને પણ દૂર કરી શકાય છે.
પુત્રદા એકાદશીનાં દિવસે વિશિષ્ટરૂપે ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં આવે છે. આ એકાદશીનાં દિવસે પૂજા કે વ્રત રાખવાનાં કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે કેટલાંક મનાઈ કરેલાં કાર્યો કરવાથી ભગવાન વિષ્ણુ નારાજ થઈ શકે છે.
ચોખા ન ખાવા
શ્રાવણની પુત્રદા એકાદશી તિથિનાં દિવસે ચોખાનું સેવન ન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિવસે જે પણ વ્યક્તિ ચોખાનું સેવન કરે છે તેનો જન્મ સરિસૃપ પ્રાણીની યોનિમાં થાય છે. તેથી કોઈએ એકાદશી તિથિનાં દિવસે ચોખાનું સેવન ન કરવું જોઈએ.
તુલસી પત્રને ન અડવું
તુલસી પત્ર ભગવાન વિષ્ણુને અતિપ્રિય હોય છે. તેના વિના ભગવાનનો ભોગ લાગતો નથી તેથી શ્રાવણની પુત્રદા એકાદશીનાં દિવસે ભૂલીને પણ તુલસી પાનને તોડવું કે અડવું ન જોઈએ. આવું કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે અને વ્યક્તિને દોષ લાગી શકે છે.
કાળા કપડાં ન પહેરવાં
હિંદૂ માન્યતાઓ અનુસાર કોઈપણ શુભ અવસર કે પૂજા પાઠ દરમિયાન કાળા વસ્ત્રો ન પહેરવા જોઈએ. તેથી આ એકાદશીનાં દિવસે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે પીળા રંગનાં વસ્ત્રો ધારણ કરવા જોઈએ.
માસ-મદિરાનું સેવન ન કરવું
શ્રાવણની પુત્રદા એકાદશીનાં દિવસે માસ-મદિરાનું સેવન ન કરવું જોઈએ. આ દિવસે વાદ-વિવાદથી પણ બચવાનો પ્રયાસ કરવો જોઈએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)