રવિવારનો દિવસ સૂર્યદેવતાને સમર્પિત છે. સૂર્યદેવને તમામ ગ્રહોના રાજા માનવામાં આવે છે. સૂર્યદેવની કૃપા રહે તો માન સમ્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય છે. કુંડળીમાં સૂર્ય ગ્રહની સ્થિતિ મજબૂત હોય તો તમામ કાર્યમાં સફળતા મળે છે.
જીવનમાં યશ અને કીર્તિ પ્રાપ્ત થાય છે. રવિવારના દિવસે કેટલાક ઉપાય કરવાથી લાભ થી શકે છે. જેથી સૂર્યદેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જીવનની તમામ અડચણ દૂર થાય છે.
રવિવારના દિવસે કરો આ ઉપાય
- રવિવારના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સૂર્યને અર્ધ્ય અર્પણ કરો.
- તાંબાના લોટામાં લાલ પુષ્પ, અક્ષત, લાલ રોલી અથવા લાલ ચંદન અને કાળા તલ મિશ્ર કરીને અર્ધ્ય અર્પણ કરવાથી બિઝનેસ અને આર્થિક પરિસ્થિતિ મજબૂત થાય છે, તથા સમાજમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે.
- સૂર્યદેવતાને અર્ધ્ય અર્પણ કરતા સમે ‘ઓમ સૂર્યાય નમ:’, ‘ઓમ ભાસ્કરાય નમ:’ અને ‘ઓમ આદિત્યાય નમ:’ મંત્રનો જાપ કરો.
- સૂર્યદેવતાની અસીમ કૃપા મેળવવા માટે રવિવારે લાલ રંગના કપડાં પહેરવા શુભ માનવામાં આવે છે.
- કુંડળીમાં સૂર્ય મજબૂત કરવા માટે લાલ રંગના કપડાં, ઘી અને ગોળ દાન કરવાથી જીવનની તમામ સમસ્યાનું નિવારણ આવશે.
- સૂર્યની જેમ વ્યક્તિત્ત્વ નિખારવા માટે રવિવારે લાલ ચંદનનો તિલક લગાવો.
- ઘરમાં સુખ અને સંપતિ મેળવવા માટે રવિવારે ગોધૂલિ બેલામાં ઘરના મુખ્ય દ્વાર પર ઘીનો દીવો કરો. આ પ્રકારે કરવાથી લક્ષ્મી અને સૂર્ય દેવતા પ્રસન્ન થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)