શિવજીને પ્રિય પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને 15 સપ્ટેમ્બરે તેનપું સમાપન થશે. આજે 28 ઓગસ્ટ 2023ના રોજ શ્રાવણ માસનો બીજો સોમવાર છે અને પ્રદોષ વ્રત પણ છે. આજે આ ખાસ અવસરે ભગવાન શિવની વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરવા અને પ્રદોષ વ્રત કરવાથી જાતકને બમણું ફળ પ્રાપ્ત થાય છે. આજના દિવસે પાંચ શુભ સંયોગ પણ રચાઇ રહ્યાં છે.
જેમાં ભગવાન શિવનો રુદ્રાભિષેક કરવો શુભ ફળદાયી માનવામાં આવે છે.
28 ઓગસ્ટે વ્રત કરવાથી પ્રદોષ વ્રત અને શ્રાવણ સોમવાર વ્રત બંનેનું ફળ મળશે. શ્રાવણના બીજા સોમવાર અને પ્રદોષ પર મહાદેવનો રુદ્રાભિષેક કરવો લાભકારક માનવામાં આવે છે.
5 દુર્લભ સંયોગ
- આયુષ્માન યોગ- પ્રાત:કાળથી સવારે 09.56 વાગ્યા સુધી રહેશે
- સૌભાગ્ય યોગ- સવારે 09.56 વાગ્યાથી આખી રાત રહેશે
- સર્વાર્થ સિદ્ધિ યોગ- મધ્યરાત્રિ 02.43થી આરંભ થઇને બીજા દિવસે 29 ઓગસ્ટે સવારે 05.57 વાગ્યા સુધી રહેશે.
- રવિ યોગ- મધ્યરાત્રિ 02.43 વાગ્યાથી 29 ઓગસ્ટ સવારે 05.57 વાગ્યા સુધી
- 28 ઓગસ્ટે સોમવાર અને પ્રદોષ વ્રત બંનેનું શુભ ફળ પ્રાપ્ત થશે.
સોમ પ્રદોષ વ્રત 2023 મુહૂર્ત
હિન્દુ પંચાંગ અનુસાર શ્રાવણ માસના શુક્લ પક્ષની તેરસ 28 ઓગસ્ટ 2023ના સોમવારની સાંજે 06.48 વાગ્યાથી શરૂ થઇને 29 ઓગસ્ટ 2023ને મંગળવારના રોજ બપોરે 02.45 વાગ્યા સુધી રહેશે. પૂજાનું શુભ મુહૂર્ત 28 ઓગસ્ટની સાંજે 06.48 વાગ્યાથી રાતે 09.02 વાગ્યા સુધી રહેશે.
આ વિધિથી કરો સોમ પ્રદોષ વ્રતની પૂજા
- સોમ પ્રદોષના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન વગેરે કરવું.
- આ પછી શિવલિંગનો જલાભિષેક કરો અને વ્રતનો સંકલ્પ લો.
- સૂર્યાસ્ત પછી, પ્રદોષ કાળ દરમિયાન શિવ પરિવારની પૂજા કરો અને ગંગા જળ, મધ, દૂધ, દહીં અને ઘીથી અભિષેક કરો.
- આ પછી શિવલિંગ પર ભાંગ, બિલિપત્ર, ધતુરા, અક્ષત અને આકડાના ફૂલ ચઢાવો. હવે ભગવાન શિવની પ્રાર્થના કરીને તમારા મનમાં તમારી ઇચ્છા કહો.
- જે લોકો પ્રદોષનો ઉપવાસ કરે છે તેમણે બીજા દિવસે વ્રતના પારણાને જરૂરિયાતમંદોને દાન જરૂર કરવું જોઈએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)