ગ્રહોનો રાજા સૂર્ય આ દિવસોમાં સિંહ રાશિમાં છે. તે 17 સપ્ટેમ્બર સુધી આ રાશિમાં રહેશે. તેથી 17 સપ્ટેમ્બર સુધીમાં ચાર રાશિના જાતકોને સારા સમાચાર મળી શકે છે. આર્થિક લાભનો યોગ બની રહ્યો છે. જ્યારે પણ કોઈ ખગોળીય ઘટના બને છે ત્યારે તેની સીધી અસર રાશિચક્ર પર પડે છે.
17 ઓગસ્ટે કર્ક રાશિ છોડીને સિંહ રાશિમાં સંક્રમણ કર્યું હતું. આ રાશિમાં સુર્ય દેવ 17 સપ્ટેમ્બર સુધી રોકાવાના છે.
આ ઘટનનાં કારણે 4 રાશિઓનાં જાતકોને ફાયદો થશે. આ ચાર રશીઓમાં મેષ, સિંહ, કન્યા અને ધનુ રાશિના લોકોનો સમાવેશ થાય છે. તેમના પર તેની સકારાત્મક અસર પડી રહી છે. તેઓ 17 સપ્ટેમ્બર સુધીમાં ધનિક બનવાના છે.
સિંહ: સૂર્ય આ દિવસોમાં સિંહ રાશિમાં છે. તેથી, આ રાશિના લોકોને તેનાથી ઘણો ફાયદો મળી રહ્યો છે. તેઓને વેપારમાં ધન અને લાભનો યોગ બની રહ્યો છે. જૂના રોગનો અંત આવવાનો છે. આ લોકો શારીરિક અને માનસિક રીતે મજબૂત બનશે. કોઈપણ પ્રકારની બીમારી થશે નહીં. ચારે બાજુથી સારા સમાચાર જ મળશે. તમે જે પણ કામ કરશો તેમાં તમને સફળતા મળશે. જો તમે નોકરી બદલવા માંગો છો તો સમય એકદમ અનુકૂળ છે.
મેષઃ આ રાશિના લોકો માટે પણ ઘણો શુભ સમય ચાલી રહ્યો છે. ભાગ્ય તમારી પડખે છે. વિચારેલા કામ ચોક્કસ પૂરા થશે. વેપારમાં આર્થિક લાભ થશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સમય સાનુકૂળ છે. પરિણામ મળવાની પૂરી સંભાવના છે. સંતાન તરફથી તમને સારા સમાચાર મળી શકે છે. અચાનક ધનલાભ થઈ શકે છે. આ લોકોનાં પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે.
ધનુ: આ રાશિના લોકોનો સમય સારો ચાલી રહ્યો છે. 17 સપ્ટેમ્બર સુધીમાં તમે વિચારેલા દરેક કામ પૂરા થવાના છે. અચાનક ધનલાભ થઈ શકે છે. આવકના સ્ત્રોત વધશે. વધુ આવક અને ઓછા ખર્ચને કારણે બચત પણ વધુ થવાની છે. જો તમે જમીન, મકાન અથવા નવું વાહન ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો આ સમય એકદમ અનુકૂળ છે. ધનના રોકાણનો પણ યોગ બની રહ્યો છે.
કન્યા: સૂર્યનું સિંહ રાશિમાં હોવું આ રાશિના લોકો માટે સકારાત્મક સાબિત થઈ રહ્યું છે. જો તમે નોકરી કરો છો તો પ્રમોશનની શક્યતાઓ બની રહી છે. કાર્યસ્થળેથી સારા પરિણામ મળી રહ્યા છે. કામકાજથી બહાર પ્રવાસ પર જઈ શકો છો. આ યાત્રાથી આર્થિક લાભ થશે. ધર્મના કામમાં રસ વધશે. આધ્યાત્મિક કાર્યોમાં મન વધુ વ્યસ્ત રહેશે. ઘરમાં કોઈ શુભ કાર્ય પૂર્ણ થઈ શકે છે. પરિવારમાં સંપૂર્ણ હાસ્ય અને ખુશીનું વાતાવરણ રહેશે. વિવાહિત જીવન સુખમય રહેશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)