fbpx
Wednesday, December 25, 2024

ચંદ્ર દોષથી મુક્તિ મેળવવા માટે શ્રાવણ પૂર્ણિમાના આ મુહૂર્તમાં શિવ પૂજા કરો

30 ઓગસ્ટના રોજ શ્રાવણ માસની પૂર્ણિમા સવારથી છે પરંતુ ભદ્રા હોવાથી રક્ષાબંધનનું મુહૂર્ત માત્ર રાત્રે જ છે. ત્યાં જ પૂર્ણિમા 31 ઓગસ્ટ સવાર સુધી રહેશે. તમારી કુંડળીમાં ચંદ્ર કમજોર હોય તો 30 ઓગસ્ટની રાત્રે ભગવાન શિવની પૂજા કરવા સાથે ચંદ્રને અર્ધ જરૂર ચઢાવો. એનાથી તમારા જીવનમાં સુખ-શાંતિ અને સૌભાગ્યની પ્રાપ્તિ અને દુઃખોનો નાસ થાય છે.

જણાવી દઈએ કે પૂર્ણિમાના દિવસે ચંદ્ર 16 કલાએ યુક્ત થઇ ખુબ જ મજબૂત સ્થિતિમાં હોય છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી ચંદ્ર દોષથી મુક્તિ મળે છે.

પૂર્ણિમા તિથિ

શ્રાવણ પૂર્ણિમાની તિથિ 30મી ઓગસ્ટે સવારે 10.58 કલાકે શરૂ થાય છે અને બીજા દિવસે 31મી ઓગસ્ટે સવારે 7.05 કલાકે પૂર્ણ થશે. પૂર્ણિમાના દિવસે સાંજની પૂજાનું વિશેષ મહત્વ છે. તેથી જ 30 ઓગસ્ટના રોજ પૂર્ણિમાનું વ્રત રાખવામાં આવશે. પૂર્ણિમાની તિથિને લઈને એવી માન્યતા છે કે આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ સાથે આ દિવસે તર્પણ વગેરે કરવાથી વ્યક્તિ પોતાના પિતૃઓના આશીર્વાદ પણ મેળવે છે.

પૂર્ણિમા સ્નાન

પૂર્ણિમાની તિથિનું સ્નાન 31મી ઓગસ્ટે થશે. બ્રહ્મ મુહૂર્તમાં પવિત્ર નદીઓમાં પૂર્ણિમાનું સ્નાન કરવાની પણ પરંપરા છે. બ્રહ્મ મુહૂર્તમાં પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. બીજી બાજુ, જો કોઈ વ્યક્તિ પાસે પવિત્ર નદીમાં સ્નાન કરવાની કોઈ વ્યવસ્થા નથી, તો તે પોતાના ઘરમાં રહેલા પાણીમાં ગંગાનું પાણી ઉમેરીને સ્નાન કરી શકે છે.

આ દેવોની પૂજા કરવામાં આવશે

શ્રાવણ પૂર્ણિમાના દિવસે ચંદ્ર તેની 16 કલાએ યુક્ત હોય છે. આવી સ્થિતિમાં, વ્યક્તિની કુંડળી અનુસાર વિદ્વાન પૂજારીઓની સલાહ લઈને શ્રાવણ પૂર્ણિમાનું વ્રત કરવું જોઈએ. આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્‍મીની પૂજા કરવાની પણ વિધિ છે. એમની સંયુક્ત પૂજાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે.

ભગવાન શિવને ગંગા જળ અર્પણ કરી, તેમને મદારના ફૂલ, ચંદન, ધતુરા, અક્ષત અને ભાંગની માળા અર્પણ કરો. આ પછી, અગરબત્તી અને દીવો પ્રગટાવીને આરતી કરો, ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે પીળા વસ્ત્રો પહેરો, કથા વાંચો અને આરતી કરો.

દાનનું વિશેષ મહત્વ:

શ્રાવણ પૂર્ણિમાના દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી ચંદ્ર દોષમાંથી મુક્તિ મળે છે. સાથે જ આ દિવસે દાન અને પુણ્યનું પણ વિશેષ મહત્વ હોય છે. શ્રાવણ પૂર્ણિમાના દિવસે સ્નાન કર્યા પછી ગાયને ચારો અને કીડીઓ અને માછલીઓને પણ અનાજ આપવું જોઈએ. આ ઉપરાંત ગૌદાનનું પણ આમાં વિશેષ મહત્વ છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles