દરેક જીવનમાં પૈસા અને સારું સ્વાસ્થ્ય મેળવવા ઈચ્છે છે. એના માટે વ્યક્તિ દિવસ રાત મહેનત કરે છે. સવારે યોગથી લઇ વર્કઆઉટ કરે છે. આટલી બધી મહેનત પછી પણ કેટલાક લોકો પૈસાની તંગીનો સામનો કરી રહ્યા હોય છે. ઘરમાં કહેલ અને દરિદ્રતા છવાય જાય છે. એનું કારણ ભાગ્યનો સાથ ન એવો અને વાસ્તુ દોષ છે. એનાથી છુટકારો મેલકવવા માટે તમે મીઠાના ઉપાય કરી શકો છો.
મીઠું ભોજનમાં સ્વાદ ઉમેરવા સાથે જીવનની ઘણી પરેશાનીઓ દૂર કરી શકે છે.
જ્યોતિષમાં મીઠાનું ખુબ મહત્વ હોય છે. એનો ઉપયોગ રોગ દોષ દૂર કરવા સાથે ખરાબ નજર પણ હટાવે છે. એના ઉપાય ઘરમાં સંપન્નતા લાવી શકે છે. આ ઉપાય કરવાથી વાસ્તુ દોષથી લઇ ગ્રહ દોષ પણ દૂર થઇ શકે છે. જો તમે પણ સમસ્યાઓથી પરેશાન છો તો મીઠાના આ ટોટકા અજમાવી શકો છો.
ઘરમાંથી દુર થઇ જાય છે બધી નકારાત્મકતા: જો તમારા ઘરમાં નકારાત્મકતા હાવી થઇ ગઈ છે. એના કારણે ઘરમાં વ્યક્તિના વિચારવાની સમજવાની શક્તિ પણ પ્રભાવિત થાય છે. મનમાં હંમેશા દુઃખી અને ગંદા વિચાર આવે છે. એનાથી છુટકારો મેળવવા પાણીમાં એક ચમચી મીઠું નાખો. આ પાણીનું પોતું મારો. નિયમિત રૂપથી આવું કરવાથી નકારાત્મકતા દૂર થશે અને સકારાત્મકતાનો વાસ થશે.
દૂર થઇ જશે પૈસા સાથે જોડાયેલી સમસ્યાઓ: ઘણા પૈસા કમાયા પછી પણ ઘરમાં તંગી રહે છે. ધન નહીં ટકતું અને ગરીબી રહે છે તો મીઠાના ટોટકા ખુબ લાભકારી છે. એના માટે મીઠાના એક કાચના ગ્લાસમાં ભરી એમાં 4-5 લવિંગ નાખી મૂકી દો. આવું કરવાથી ઘરમાં બરકત રહેશે. ગરીબી ખતમ થશે અને અટકેલું ધન પ્રાપ્ત થશે.
પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધશે: પતિ-પત્ની વચ્ચે ઝગડા કે તણાવ રહે છે. તેનું કારણ વાસ્તુ દોષ હોઈ શકે છે. ગ્રહો, નક્ષત્રો અને કુંડળીમાં દોષ પણ તેનું કારણ છે. જો તમે પણ તેનાથી પરેશાન છો તો મીઠાનો આ ઉપાય તેને દૂર કરી શકે છે. આ માટે કાચના બાઉલમાં અથવા ગ્લાસમાં રોક સોલ્ટ નાખીને બેડરૂમમાં રાખો. તેનાથી રૂમમાં રહેલી નકારાત્મકતા દૂર થશે. પતિ-પત્નીના સંબંધો સુધરતાં પ્રેમ વધશે.
ખરાબ નજરનો ઈલાજ: મીઠાના આ ટોટકા ખરાબ નજરને પણ દુર કરે છે. જો ઘરના નાના બાળકો પર ખરાબ નજર પડે તો ચિંતા ન કરો. તેમને સ્નાન કરાવતી વખતે પાણીમાં થોડું મીઠું નાખો. આ યુક્તિ ચૂપચાપ કરો. આમ કરવાથી બાળકની ખરાબ નજર દૂર થઈ જશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)