ભગવાન ગણેશને સનાતન ધર્મમાં પ્રથમ દેવતા માનવામાં આવે છે.જેમની પૂજા આરાધના માટે ચતુર્થી તિથિ સર્વોત્તમ માનવામાં આવે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન ગણેશને પ્રસન્ન કરવા અને એમના આશીર્વાદ મેળવવા માટે ચતુર્થીનું વ્રત રાખવામાં આવે છે. હિન્દુ પંચાંગ અનુસાર દરેક માસની કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકષ્ટિ ચતુર્થી તારીખે માનવામાં આવે છે .
આજના દિવસે ભગવાન ગણેશ હેમ્બર રૂપ માટે વ્રત કરી વિધિ વિધાનથી પૂજા અર્ચના કરી અર્ધ આપે છે. શ્રાવણ માસ કૃષ્ણ પક્ષની ચતુર્થી 3 સપ્ટેમ્બર રવિવારના રોજ રાખવામાં આવશે. વર્ષમાં આવવા વાળી 4 મુખ્ય ચતુર્થીમાંથી આ એક વિશેષ મહત્વ ધરાવે છે. સંકષ્ટિ ચતુર્થી ઘણા શુભ યોગમાં બની રહી છે જે ખુબ ખાસ માનવામાં આવે છે.
ગણેશ ચતુર્થીના દિવસે બની રહ્યા આ શુભ યોગ
હિંદુ કેલેન્ડર મુજબ, 3 સપ્ટેમ્બર રવિવારના રોજ રેવતી, વર્ધમાન અને અશ્વિની નક્ષત્રની હાજરીને કારણે આનંદ નામનો શુભ યોગ બની રહ્યો છે. તેમજ સિંહ રાશિમાં બુધ અને સૂર્યની હાજરીને કારણે બુધાદિત્ય રાજયોગ બની રહ્યો છે. આ ઉપરાંત સર્વાર્થ સિદ્ધિ, વૃધ્ધિ અને ધ્રુવ નામના અન્ય ત્રણ શુભ યોગો પણ રચાઈ રહ્યા છે. સંકષ્ટી ચતુર્થીના દિવસે, ચંદ્રોદય રાત્રે 08:57 વાગ્યે થશે, આ પહેલા ભગવાન ગણેશની પૂજા કરો અને પછી ચંદ્ર ઉદય પછી, અર્ઘ્ય અર્પણ કરીને વ્રત પૂર્ણ કરો.
સંકષ્ટી ચતુર્થીની પૂજા-વિધિ
– સંકષ્ટી ચતુર્થીના દિવસે સવારે વહેલા ઉઠો અને રોજિંદા કાર્યોમાંથી નિવૃત્ત થાઓ.
– આ પછી સ્નાન કરો અને વ્રતનો સંકલ્પ લો .
– આ વ્રત કંઈપણ ખાધા-પીધા વગર રાખવામાં આવે છે, પરંતુ જો તે શક્ય ન હોય તો તમે ફળ અથવા દૂધ લઈ શકો છો.
– આ દિવસે ઉપવાસ કરીને દિવસભર ઓછું બોલવું જોઈએ અને મનમાં ખરાબ વિચાર ન લાવવા જોઈએ.
– હવે ચંદ્ર ઉગતા પહેલા સાંજે ભગવાન ગણેશની પૂજા કરો.
– આ પછી બાપ્પાની સામે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો.
– કુમકમ તિલક લગાવો અને ફૂલ, માળા અને દુર્વા અર્પણ કરો.
– હવે ભગવાન ગણેશને મોદક અથવા મોતીચૂરના લાડુ ચઢાવો.
– પૂજા દરમિયાન શ્રી ગણેશાય નમઃ મંત્રનો જાપ કરતા રહો.
– અંતમાં જ્યારે ચંદ્ર ઉગે ત્યારે જળથી અર્ઘ્ય અર્પણ કરીને પૂજા કરો.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)