દર વર્ષે ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષની આઠમે ઉજવવામાં આવતો શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર્વ આ વખતે ખૂબ જ ખાસ છે. પુરાણો અનુસાર, ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ મધ્યરાત્રિ વ્યાપની અષ્ટમી તિથિ અને રોહિણી નક્ષત્રમાં થયો હતો.
આ વર્ષે 6 સપ્ટેમ્બરે સર્વાર્થ સિદ્ધિ યોગ રચાઇ રહ્યો છે અને ચંદ્રમા વૃષભ રાશિ, રોહિણી નક્ષત્ર, બુધવાર હોવાના કારણે એક વિશેષ યોગ 30 વર્ષ બાદ રચાઇ રહ્યો છે.
તેથી આ વર્ષે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સુખ,સમૃદ્ધિ અને મનોવાંચિછત ફળ આપનાર માનવામાં આવી રહી છે.
અષ્ટમી તિથિ પર મધ્ય રાત્રી રાહિણીનું શુભ નક્ષત્ર: આ વર્ષે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર મધ્યરાત્રીએ અષ્ટમી તિથિ અને રોહિણી નક્ષત્રનો સંયોગ રચાઇ રહ્યો છે તથા સર્વાર્થ સિદ્ધ યોગનું નિર્માણ થઇ રહ્યું છે. રોહિણી નક્ષત્ર 6 સપ્ટેમ્બરની સવારે 9.20થી 7 સપ્ટેમ્બરે સવારે 10.25 સુધી રહેશે.
રોહિણીને ચંદ્રમાની પત્ની માનવામાં આવે છે અને દિવસે ચંદ્રમા પોતાના ઉચ્ચ અંશ વૃષભ રાશિમાં હશે. ગ્રહોની આ દશા પૂજન અર્ચન યોગથી વિશેષ ફળદાયી સિદ્ધ થઇ રહી છે. સર્વાર્થ સિદ્ધિ યોગમાં કરવામાં આવેલી પૂજા અર્ચના ભક્તોને વિશેષ ફળ આપશે.
ગૃહસ્થ ક્યારે ઉજવે જન્માષ્ટમી?: ગૃહસ્થ જીવનના લોકો માટે 06 સપ્ટેમ્બરે જન્માષ્ટમીનો તહેવાર ઉજવવો શુભ રહેશે. આ દિવસે રોહિણી નક્ષત્ર તથા અષ્ટમી તિથિનું પણ શુભ મુહૂર્ત છે. બાળ ગોપાલનો જન્મ મધ્યરાત્રિએ થયો હતો.
સ્માર્ત સંપ્રદાય અને વૈષ્ણવ સંપ્રદાયના લોકો અલગ-અલગ દિવસે જન્માષ્ટમી ઉજવે છે કારણ કે, બંને સંપ્રદાયના લોકો પંચાંગમાં જણાવેલા અલગ-અલગ સમય પર આ પર્વ ઉજવે છે. સ્માર્ત સંપ્રદાય ઉદયા તિથિને એટલું મહત્વ નથી આપતાં. જ્યારે વૈષ્ણવ સંપ્રદાય ઉદયકાળ પર નિર્ધારિત સમયને માને છે. સ્માર્ત સંપ્રદાયના લોકો જો અર્ધ્યરાત્રિએ અષ્ટમી આવતી હોય તો તે જ દિવસે જન્માષ્ટમી ઉજવે છે. જ્યારે વૈષ્ણવ સંપ્રદાયના લોકો સંન્યાસી ઉદયા તિથિ જન્માષ્ટમી ઉજવે છે. તથા વ્રત પણ તે જ દિવસે રાખે છે.
આ રીતે કરો શ્રીકૃષ્ણની આરાધના?: આ વર્ષે વિશેષ ગ્રહ નક્ષત્રમાં હોવાના કારણે જન્માષ્ટમી ખૂબ જ શુભ માનવામાં આવી રહી છે. સાધના કરવા માટે શ્રીકૃષ્ણના ભક્તો માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ સમય છે. આમ તો દરેક જન્માષ્ટમી શુભ હોય છે અને શ્રીકૃષ્ણ ભક્તોના તમામ દુખ દૂર કરે છે. પરંતુ જો તમે વિશેષ કાળ અને નક્ષત્રમાં ભજન કિર્તન સાથે શ્રીકૃષ્ણ કથા અને લીલા અમૃત પાઠ કરો તો તેનાથી ભગવાન શ્રીકૃષ્ણ પ્રસન્ન થશે અને સુખ-સમૃદ્ધિ તથા સફળતાના આશીર્વાદ આપશે.
પૂજા મુહૂર્ત તથા વિધિ: અષ્ટમી તિથિ બુધવારે 6 સપ્ટેમ્બરે બપોરે 3.37 વાગ્યાથી પ્રારંભ થઇને 7 સપ્ટેમ્બરે સાંજે 4.14 વાગે સમાપ્ત થશે. જન્માષ્ટમી પર શ્રીકૃષ્ણનો શ્રૃંગાર કર્યા બાદ તેને અષ્ટગંધ, ચંદન, અક્ષત અને રોલીનું તિલક લગાવીને માખણ-મિશ્રી અને અન્ય ભોગ સામગ્રી અર્પિત કરવો શુભ માનવામાં આવે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)