fbpx
Saturday, January 25, 2025

બાળ ગોપાલને જન્માષ્ટમી પર ઘરે લાવી રહ્યા છો? તો આ નિયમોનું પાલન જરૂર કરો

જન્માષ્ટમીનો તહેવાર આ વર્ષે 6 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવશે. કૃષ્ણ જન્મોત્સવની તૈયાર જોરોથી શરુ થઇ ગઈ છે. આ દિવસોમાં લાડુ ગોપાલની પ્રતિષ્ઠાનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ હોય છે. જન્માષ્ટમી પર ભગવાન શ્રી કૃષ્ણના બાળસ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે. એમને ભોગ ચઢાવવામાં આવે છે. લાડુ ગોપાલની પૂજા અર્ચના કરવા સાથે એમના કપડાં બદલવામાં આવે છે.

એમની પૂજાના કેટલાક વિશેષ નિયમ હોય છે. એનું પાલન કરવા પર ભગવાન શ્રી કૃષ્ણ કૃપા વરસાવે છે. ધનનો ભંડાર ભરે છે.

વાસ્તવમાં, બાળગોપાલની પૂજા ઘરમાં એક બાળકની જેમ કરવામાં આવે છે અને તેમનું ધ્યાન રાખવામાં આવે છે. જ્યારે બાળ ગોપાલજીને ઘરે લાવવામાં આવે છે, ત્યારે તેઓ બાળકનું રૂપ ધારણ કરે છે. એવું કહેવાય છે કે બાળ ગોપાલ જીનું ઘરના સભ્ય તરીકે ધ્યાન રાખવું જોઈએ. તેમને દરરોજ સ્નાન કરાવવું જોઈએ. આ પછી, સ્વચ્છ કપડાં પહેરાવવા જોઈએ. ભોગ માખણ મિશ્રીનો ચઢાવવો જોઈએ. આ સાથે તેમને ચંદનનો તિલક લગાવવો જોઈએ. ઘરમાં જે પણ તૈયાર કરવામાં આવે છે, તે સૌથી પહેલા ગોપાલજીને અર્પણ કરવું જોઈએ. ભૂલથી પણ તેમને લસણ અને ડુંગળી ન ચઢાવવું. તેનાથી ભગવાન નારાજ થાય છે.

દિવસમાં બે વખત પૂજા કરવી

બાળ ગોપાલ જીને બાળકની જેમ રાખવામાં આવે છે. સવારે તેમને પ્રેમથી જગાડ્યા બાદ તેમને સ્નાન કરાવવું જોઈએ. આ પછી, તેમને તિલકથી શણગારો અને વસ્ત્રો પહેરાવો અને પ્રાર્થના કરો. જે રીતે તમને બપોરે આરામ કરવાની આદત છે. એ જ રીતે બાળ ગોપાલજીને પણ સુવડાવી દો. સાંજે ઉઠ્યા પછી તેમને ઘરમાં બનેલી દરેક વસ્તુ અર્પણ કરો. તેમની આરતી અને પૂજા કરો.

ઘરની દરેક વસ્તુ ભગવાનને અર્પણ કરો

ઘરમાં કોઈપણ નવા કાર્યની શરૂઆત કરવા સાથે શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપ બાળ ગોપાલજીના આશીર્વાદ લો. તમારા વ્યવસાયમાંથી મળેલી આવકને પ્રેમથી તેમના ચરણોમાં રાખો. બાળ ગોપાલને બાળકની જેમ બહાર ફરવા લઈ જાઓ. આમ કરવાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે અને વેપારમાં પણ પ્રગતિ થાય છે. વ્યક્તિના દિવસો ધીરે ધીરે બદલાય છે. દરેક કામમાં મન લાગે છે. જો તમે આ જન્માષ્ટમીએ બાળ ગોપાલ જીને ઘરે લાવી રહ્યા છો, તો ચોક્કસ આ નિયમોનું પાલન કરો.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles