વૈદિક જ્યોતિષમાં એવા ઘણા શુભ યોગનું વર્ણન મળે છે કે જો આ યોગ કોઇ વ્યક્તિની કુંડળીમાં હોય તો વ્યક્તિ જીવનમાં તમામ ભૌતિક સુખ પ્રાપ્ત કરે છે. સાથે જ તેની આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત રહે છે. તમને જણાવી દઇએ કે , ગ્રહ પણ સમયે-સમયે ગોચર કરીને શુભ યોગ બનાવે છે. જેનો પ્રભાવ માનવ જીવન પર પડે છે.
તમને જણાવી દઇએ કે શનિ દેવે પોતાની સ્વરાશિ કુંભમાં પ્રવેશ કરી લીધો છે, જેનાથી કેન્દ્ર ત્રિકોણ રાજયોગનું નિર્માણ થયું છે.
તેવામાં શનિ દેવ હાલ વક્રી અવસ્થામાં ભ્રમણ કરી રહ્યાં છે. જેનાથી આ યોગનો પ્રભાવ તમામ રાશિઓ પર પડી રહ્યો છે, પરંતુ 3 રાશિઓ એવી છે, જેને આ સમયે આકસ્મિક ધન લાભ અને ભાગ્યોગદયના યોગ બની રહ્યાં છે. ચાલો જાણીએ આ રાશિઓ કઇ છે.
સિંહ રાશિ
તમારા માટે કેન્દ્ર ત્રિકોણ રાજયોગ આવક અને વૈવાહિક જીવનના મામલે શુભ સાબિત થઇ શકે છે. કારણ કે શનિ ગ્રહે તમારી ગોચર કુંડળીના સપ્તમ ભાવમાં કેન્દ્ર ત્રિકોણ રાજયોગ રચ્યો છે. તેથી આ સમયે તમારી આવકમાં વધારો થઇ શકે છે. સાથે જ જીવનસાથીનો તમને સહયોગ પ્રાપ્ત થશે. નોકરિયાત લોકોના કાર્યક્ષેત્રમાં પ્રદર્શન સુધરશે, જેનાથી તમને નવી જવાબદારીઓ મળી શકે છે. પાર્ટનરશિપના કામમાં લાભ મળી શકે છે. અપરણિત લોકોના લગ્નના પ્રસ્તાવ આવી શકે છે.
કુંભ રાશિ
કેન્દ્ર ત્રિકોણ રાજયોગ કુંભ રાશિના લોકોને લાભકારી સિદ્ધ થઇ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિના લગ્ન ભાવમાં રચાઇ રહ્યો છે. તેથી આ સમયે તમારી અંદર નવી ઉર્જાનો સંચાર થશે. તમારા બૌદ્ધિક સ્તરનો વિકાસ થશે. પરણિત લોકોના જીવનમાં મીઠાસ ભળશે. સાથે જ આ સમયે તમારી ઇચ્છાની પૂર્તિ થશે. આ સમયગાળામાં તમને માન-સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે. નોકરિયાત લોકોની પદોન્નતિ થઇ શકે છે.
તુલા રાશિ
તમારા માટે કેન્દ્ર ત્રિકોણ રાજયોગ અનુકૂળ સિદ્ધ થઇ શકે છે. કારણ કે આ યોગ તમારી ગોચર કુંડળીના પંચમ ભાવમાં રચાઇ રહ્યો છે. તેથી આ સમય તમને સંતાન સંબંધિત શુભ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. સાથે જ આ દરમિયાન તમે કોઇ નવી યોજનાની શરૂઆત કરવાનો વિચાર કરી રહ્યાં છો તો તમને સારો લાભ પ્રાપ્ત થશે.
વિદ્યાર્થીઓ માટે આ સમય ઉત્તમ સાબિત થઇ શકે છે. તે કોઇ પરીક્ષામાં પાસ થઇ શકે છે કે કોઇ કોર્સમાં એડમિશન લઇ શકે છે. સાથે જ આ સમયે તમને આકસ્મિક ધનની પ્રાપ્તિ થઇ શકે છે. શેર બજાર, સટ્ટા અને લોટરીમાં પણ લાભના સંકેત છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)