fbpx
Saturday, December 21, 2024

હળદરની ગાંઠની માળા પહેરવાથી ભાગ્ય ચમકશે, ખરાબ સમયમાં રાહત મળશે

સમયની ખાસ વાત એ છે કે તે સતત બદલાતો રહે છે. કોઈ વ્યક્તિનો સમય હંમેશા એક સરખો રહેતો નથી. ક્યારેક તે સુખ – સંપત્તિમાં જીવે છે. તો ક્યારેક વિવિધ પ્રકારની તકલીફોમાં ફસાય જાય છે. સમય ખરાબ હોય ત્યારે ગમે તેટલી મહેનત કરવા છતાં શુભફળ મળતું નથી. આર્થિક સ્થિતિ ખરાબ થઈ જાય છે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર અસર પડે છે.

શાસ્ત્રો મુજબ કુંડળીમાં રહેલા ગ્રહોના કારણે વ્યક્તિના સમયમાં ઉતાર ચઢાવ આવે છે.

જાતકની કુંડળીમાં ગ્રહોની દિશા અને દશા ખરાબ હોય તો જાતકને ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અલબત્ત, શાસ્ત્રોમાં કુંડળીમાં દોષના કારણે સામે આવતી તકલીફોમાં રાહત મેળવવા માટે ઉપાય પણ જણાવાયા છે. કુંડળીમાં ગુરુની ખરાબ દશા ધરાવતા જાતકો હળદરની ગાંઠ બાંધે તો રાહત મળી શકે છે. અહીં હળદરની ગાંઠ કઈ રીતે બાંધવી અને તેના લાભ શું છે? તે અંગે જાણકારી આપવામાં આવી છે.

  • હળદરની ગાંઠ બાંધવાથી જાતકને બીમારીઓમાંથી મુક્તિ મળે છે. તેના પર દેવી-દેવતાઓના આશીર્વાદ રહે છે.
  • હળદરની ગાંઠની માળા પહેરવાથી જાતકને માનસિક તણાવમાં રાહત મળે છે. આ ઉપરાંત તેની બુદ્ધિ વધે છે. તેનું માન શાંત રહેવા લાગે છે.
  • કોઈ વ્યક્તિને ગમે તેટલી મહેનત કરવા છતાં પણ સફળતા ન મળતી હોય તો, ગુરુવારે ભગવાન વિષ્ણુના ચરણોમાં હળદરની ગાંઠની માળા અર્પણ કરવી જોઈએ. ત્યારબાદ તે માળા પહેરી લેવી જોઈએ. આવું કરવાથી તેને દરેક ક્ષેત્રમાં સિદ્ધિ મળશે.
  • હળદરનો સીધો સંબંધ ગુરુ બૃહસ્પતિ સાથે હોવાનું માનવામાં આવે છે. જેથી હળદરની માળા બાંધવાથી કુંડળીમાં ગુરુની દશા મજબૂત રહે છે.
  • કુંડળીમાં ગુરુની દશા સારી હોય તો જાતકને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળવા લાગે છે.
  • જે જાતકના લગ્નમાં અડચણો આવતી હોય તે હળદરની ગાંઠની માળા પહેરી લે તો તેને ગુરુ ગ્રહના આશીર્વાદ મળે છે અને તેના લગ્ન ઝડપથી થાય છે.
  • હળદરની માળા પહેરવાથી જાતકની યાદશક્તિ વધે છે. આ ઉપરાંત તે એકાગ્ર રહે છે.

હળદરની ગાંઠની માળા પહેરતી વખતે આટલું કરો

હળદરની ગાંઠની માળા પહેરતી વખતે ગણેશ મંત્રોનો જાપ કરવો જોઈએ. આ માળા પહેરવાથી જાતકના જીવન પર ભવિષ્યમાં આવનારી તમામ તકલીફોથી છુટકારો મળી શકે છે. આ ઉપરાંત તેના પર અકસ્માતનો ખતરો ઓછો થઈ જાય છે.

નોકરી ન મળતી હોય તે જાતકે હળદરની માળા પહેરવી જોઈએ. આવું કરવાથી ઝડપથી નોકરી મળશે. આ ઉપરાંત નોકરીના સ્થળે આવતી દરેક સમસ્યામાંથી છુટકારો મળશે.

ક્યારે અને ક્યાં પહેરવી?

ગુરુવારે હળદરની ગાંઠની માળા ગળામાં પહેરી શકો છો. તમે આ માળાને બાવડા પર પણ બાંધી શકો છો. માળા પહેરતી પહેલા શ્રી ગણેશ અથવા શ્રી વિષ્ણુના મંત્રનો જાપ કરવો જોઈએ.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles