સનાતન ધર્મમાં દીવો પ્રગટાવવાનું વિશેષ મહત્વ છે. દીવો પ્રગટાવવાના અનેક ફાયદા છે. તે વાતાવરણમાં સકારાત્મકતા લાવે છે. તે જીવનમાંથી અંધકાર દૂર કરીને અજવાળુ પાથરવાનું પ્રતીક પણ છે. આ ઉપરાંત પૂજામાં દીવો અગ્નિ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે. અલગ-અલગ અવસરોએ અલગ-અલગ પ્રકારનો દીવો પ્રગટાવવામાં આવે છે. સાથે જ તેની સંખ્યા પણ અલગ-અલગ હોય છે.
પૂજા-પાઠ અને દરેક ખાસ અવતરે પ્રગટાવવામાં આવતા દીવા સાથે જોડાયેલી અનેક માન્યતાઓ પણ છે. જેમ કે દીવો પ્રગટાવવો શુભ તો છે પરંતુ પૂજા દરમિયાન દીવો બુઝાઇ જવો ખૂબ જ અશુભ માનવામાં આવે છે. ચાલો જાણીએ કે શું ખરેખર દીવો બુઝાઇ જવો અપશુકનનો સંકેત છે કે નહીં.
આ વાતનો સંકેત છે દીવો બુઝાઇ જવો
પૂજા દરમિયાન દીવો બુઝાઇ જવો સામાન્ય રીતે અપશુકન માનવામાં આવે છે. માન્યતા છે કે જો પૂજા દરમિયાન દીવો બુઝાઇ જાય તો તે દેવી-દેવતાઓના નારાજ હોવાનો સંકેત માનવામાં આવે છે. સાથે જ માનવામાં આવે છે કે, પૂજા પૂરી નથી થઇ અને તેનું પૂરુ ફળ નહીં મળે. એવી પણ માન્યતા છે કે, જો પૂજા દરમિયાન દીવો બુઝાઇ જાય તો મનોકામના પૂર્તિમાં અડચણો આવે છે. એક માન્યતા અનુસાર, દીવો બુઝાવો તે વાતનો સંકેત છે કે, વ્યક્તિ સાચા મનથી ભગવાનની પૂજા નથી કરી રહ્યો.
ઘણા કારણે બુઝાઇ શકે છે દીવો
જો કે દીવો બુઝાઇ જવા પાછળ ઘણા કારણો હોઇ શકે છે. ઘણીવાર હવાના કારણે કે દીવાની દીવેટમાં કોઇ સમસ્યા હોવાના કારણે પણ દીવો બુઝાઇ જાય છે. જો એવું થાય તો હાથ જોડીને ભગવાનની માફી માંગો અને ફરીથી દીવો પ્રગટાવો. તે સારુ રહેશે કે દીવો પ્રગટાવતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખો. જેથી આવી ઘટના ન ઘટે. તેના માટે દીવામાં પૂરતી માત્રામાં તેલ કે ઘી પૂરો. દીવેટ સારી રીતે બનાવો. જ્યારે આરતી કરી રહ્યાં હોય કે પૂજા કરી રહ્યાં હોય તો થોડી વાર માટે પંખો બંધ કરી દો. કે પછી દીવાને હવાથી બચાવવા માટે દીવાની આસપાસ કંઇક મુકી દો જેથી દીવો પ્રગટેલો રહે.
અખંડ જ્યોતિનો દીવો બુઝાઇ જવો
જો કોઇ સંકલ્પ પૂર્તિ માટે અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવી હોય તો તેનું ખૂબ જ ધ્યાન રાખો કારણ કે અખંડ જ્યોતિ બુઝાવાથી મનોકામના પૂર્તિમાં શંકા થઇ શકે છે.
માન્યતા છે કે આવી ઘટના પરિવાર પર કોઇ સંકટ લાવી શકે છે. તેથી તે સારુ રહેશે કે અખંડ જ્યોતિ પ્રગટાવતી વખતે તેની આસપાસ કાચની પેટી મૂકી દો અને વધુ માત્રામાં તેલ-ઘી પૂરો. સાથે જ અખંડ જ્યોતિની બાજુમાં એક નાનો દીવો પણ પ્રગટાવો. જેથી તેનાથી ફરીથી અખંડ જ્યોતિ પ્રગટાવી શકાય.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)