19 સપ્ટેમ્બરથી ગણેશ ઉત્સવ ઉજવવામાં આવશે. માન્યતા છે કે ભાદરવા શુક્લ પક્ષની ચતુર્થીના રોજ ગણેશજીનો જન્મ થયો હતો. દર વર્ષે ગણેશ ઉત્સવની શરૂઆત ગણેશ ચતુર્થીથી થાય છે. આ ઉત્સવ 10 દિવસ ઉજવવામાં આવે છે. તમામ લોકો પોતાના ઘરમાં બાપાને લાવવા માટે ઉત્સાહિત રહે છે. એમના આગમન માટે વિશેષ સજાવટ કરે છે.
ભક્તો દસ દિવસ સુધી વિધિ-વિધાન સાથે પૂજા કરે છે. હિંદુ ધાર્મિક માન્યતા અનુસાર ગણેશ ચતુર્થીના દિવસે ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરવાથી સુખ અને શાંતિ મળે છે. પણ શું તમે જાણો છો? ભગવાન ગણેશની મૂર્તિ ખરીદતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.
ભગવાન ગણેશની મૂર્તિ ખરીદતી વખતે ધ્યાન રાખો: ભગવાન ગણેશની મૂર્તિ લેતી વખતે તેમની સૂંઢ પર વિશેષ ધ્યાન આપો. ભગવાન ગણેશની સૂંઢ હંમેશા ડાબી બાજુ હોવી જોઈએ. ડાબી બાજુની સુંઢવાળી મૂર્તિને વામુખી ગણપતિ કહે છે. કારણ કે ભગવાન ગણેશને ડાબી બાજુ સૂંઢ વાળા ગણેશજીને રાખવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે. બીજું, ભગવાન ગણેશને હંમેશા બેસેલી મુદ્રામાં લાવવા જોઈએ.
શાસ્ત્રો અનુસાર ગણપતિનું બેસવું ધનનું પ્રતિનિધિત્વ કરે છે. લોકો કહે છે કે ગણેશજીની બેઠેલી મૂર્તિ લાવવાથી ઘરમાં આશીર્વાદ આવે છે. એવું માનવામાં આવે છે કે આનાથી કામમાં ઝડપ આવે છે. ગણેશજીની મૂર્તિ ખરીદતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે તેમાં ઉંદર હોવો જોઈએ. મુષક એટલે કે ઉંદર ભગવાન ગણપતિનું વાહન છે. ઉંદર વગર ગણેશની મૂર્તિની પૂજા કરવી યોગ્ય માનવામાં આવતી નથી.
સ્થાપના પહેલાં દિશાનું ધ્યાન રાખો: ગણપતિ બાપ્પાની સ્થાપનામાં દિશા સૌથી મહત્વપૂર્ણ છે. જો શક્ય હોય તો ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં મૂર્તિની સ્થાપના કરવી જોઈએ. એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે મૂર્તિનું મુખ ઉત્તર દિશામાં હોવું જોઈએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)